'સંજૂ'ના 7 દમદાર ડાયલોગ્સ જે તમને ખેંચીને લઈ જશે થિયેટર સુધી

રણબીર કપૂરને મુખ્ય રોલમાં ચમકાવતી 'સંજૂ' 29  જૂનના દિવસે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે

'સંજૂ'ના 7 દમદાર ડાયલોગ્સ જે તમને ખેંચીને લઈ જશે થિયેટર સુધી

મુંબઈ : રણબીર કપૂરને મુખ્ય રોલમાં ચમકાવતી 'સંજૂ' 29  જૂનના દિવસે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય સોનમ કપૂર, મનીષા કોઈરાલા, પરેશ રાવલ, દિયા મિર્ઝા, વિક્કી કૌશલ તેમજ અનુષ્કા શર્મા પણ જોવા મળશે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.  આ ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂરને ઓળખવાનું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે કારણ કે તે બિલકુલ સંજય દત્ત જેવો લાગે છે. આ ટ્રેલર જોઈને તમને અહેસાસ થાય છે તમે સંજય દત્તનું જીવન જીવી રહ્યા છો. 

ફિલ્મના ટ્રેલરની શરૂઆત મજેદાર અંદાજમાં થાય છે. રણબીર કપૂર જણાવે છે કે આ ફિલ્મ તેમના જીવન પર આધારિત છે. અભિનેતા સંજય દત્તની લાઈફ પર બનેલી ફિલ્મ ‘સંજૂ’નું ટીઝર 24 એપ્રિલના રોજ રિલિઝ કરવામાં આવ્યું. આ ફિલ્મના પહેલા પોસ્ટરમાં રણબીર કપૂર સંજય દત્તે નિભાવેલા આઈકોનિક પાત્રોમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટીઝરને પણ સારો એવો પ્રતિભાવ મળ્યો છે.

'સંજૂ'ના લેટેસ્ટ ટ્રેલરમાં કેટલાક ડાયલોગ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ સાબિત થયા છે. ચાલો ફેરવીએ આવા 7 દમદાર ડાયલોગ્સ. 

1. ગુડ ઇવનિંગ લેડિઝ એન્ડ જેન્ટલમેન. આજ મેરે લિયે બડી ખુશી કા દિન હૈં. મેરી ઓટોબાયોગ્રાફી યાની મેરી આત્મકથા આપ લોગોં કે સામને આ રહી હૈં.
2. ઇતના વેરાયટીવાલા લાઇફ આપકો કિધર મિલેગા. 
3. મેં બેવડા હું, ઠરકી હું, ડ્રગ એડિક્ટ હું, લેકિન ટેરરિસ્ટ નહીં હું.
4. મેંને પહેલીવાર ડ્રગ્ઝ લી ક્યોં કિ મેં ડેડ સે નારાઝ થા, દુસરી બાર ક્યોં કિ માં બીમાર થી, તીસરી બાર ક્યોં કિ મૈં ડ્રગ્ઝ એડિક્ટ બન ચૂકા થા.
5. બાબા અપને ગાંવમાં એક કહાવત હૈં - ઘી છે તો ઘપાઘપ છે...અહીં ઘીનો મતલબ પૈસા અને ઘપાઘપ મતલબ સેક્સ. (સંજય દત્તનો મિત્ર આ ડાયલોગ બોલે છે)
6. મુઝે કુછ નહીં પતા થા બોમ્બ બ્લાસ્ટ કે બારે મેં.
7. મેરા બેટા કોઈ ગુઝરા હુઆ વક્ત નહીં જો વાપસ નહીં આ શકતા. (સંજય દત્તના પિતાના રોલ ભજવી રહેલા પરેશ રાવલ આ ડાયલોગ બોલે છે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news