લગ્નમાં ઉત્સાહમાં સોનમના પતિથી થઈ ગઈ મોટી ભુલ, ઉભો થયો વિવાદ

લગ્ન પછી સોનમ તો કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી ગઈ છે

લગ્નમાં ઉત્સાહમાં સોનમના પતિથી થઈ ગઈ મોટી ભુલ, ઉભો થયો વિવાદ

મુંબઈ : હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર તેમજ આનંદ આહૂજાએ ભારે ધામધૂમથી લગ્ન કર્યા છે. આ લગ્નમાં બોલિવૂડના મોટાભાગના સ્ટાર્સે હાજરી આપી હતી. આ લગ્ન પહેલાના કાર્યક્રમો પણ સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા. જોકે આ લગ્નના ઉત્સાહમાં સોનમ આહુજાના પતિ આનંદ આહુજાથી મોટી ભુલ થઈ ગઈ. આ ભુલનો વિવાદ હવે વકર્યો છે. આ લગ્નના એક જ અઠવાડિયામાં તેના લગ્ન પર ધાર્મિક ભાવનાઓને દુભાવવાનો આરોપ લાગ્યો છે.

સોનમ અને આનંદના લગ્ન 8 મેના રોજ શિક રીત-રિવાજથી થયા હતા. આ લગ્નમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPS)ના લોકો હાજર હતા. આ લોકોનો આરોપ છે કે, આનંદ કારજની વિધિ દરમિયાન આનંદ આહૂજાએ પોતાની પાઘડીમાંથી કલગી કાઢી નહોતી. જણાવી દઈએ કે, ગુરુ ગ્રંથ સાહેબની સામે કલગી પહેરવી પ્રતિબંધિત છે. આ વાતને અકાલ તખ્તને ધ્યાનમાં લીધી છે અને SGPSના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

સોનમ કપૂર તો લગ્ન પછી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ફ્રાન્સ રવાના થઈ ગઈ છે. હવે તે ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર પણ મુખ્ય રોલમાં છે. 1 જૂને રિલીઝ થનાર આ ફિલ્મનું નિર્માણ એકતા કપૂરે કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news