ભોજપુરી 'સની લિયોની'ના આ VIDEOએ મચાવી ધમાલ, જુઓ - 'દારુ બિહાર મેં બૈન...'

પલ્લવીએ સની લિયોનીને 2012માં પહેલીવાર ટીવી પર જોઈ હતી

Punita Vaidya Punita Vaidya | Updated: May 18, 2018, 03:04 PM IST
ભોજપુરી 'સની લિયોની'ના આ VIDEOએ મચાવી ધમાલ, જુઓ - 'દારુ બિહાર મેં બૈન...'

નવી દિલ્હી : ભોજપુરી ફિલ્મની લોકપ્રિય એક્ટ્રેસ પલ્લવી સિંહ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીથી ભારે પ્રભાવિત છે. તે સનીની બરાબર નકલ કરે છે. આ હિરોઇને પોતાનું નામ પણ પલ્લવી સિંહથી બદલીને સની સિંહ રાખી દીધું છે. હવે તો લોકો એને સની સિંહ કહીને બોલાવે છે. ભોજપુરી ફિલ્મોમાં કામ કરનાર પલ્લવી સિંહને તેના મિત્રો હંમેશા કહેતા હતા કે તેનો ચહેરો અને ફિગર સની લિયોની જેવું છે. કેટલાક લોકો તો પલ્લવીને સની કહીને જ બોલાવે છે.

લગ્નમાં ઉત્સાહમાં સોનમના પતિથી થઈ ગઈ મોટી ભુલ, ઉભો થયો વિવાદ

હાલમાં ઇ્ન્ટરનેટ પર પલ્લવીના વીડિયો વાઇરલ બન્યા છે અને લોકોને તેમના વીડિયો બહુ પસંદ પડે છે. તેના લેટેસ્ટ આઇટમ નંબરને યુ ટ્યૂબ પર ઘણી લોકપ્રિયતા મળી છે. આ વીડિયો ભોજપુરી એક્ટર ઋષભ કશ્યપ 'ગોલુ'ની ફિલ્મ 'સુનો સસુર જી'નો છે. આ ફિલ્મમાં પલ્લવી એક આઇટમ નંબર કરતી જોવા મળશે. આ વીડિયો અપલોડ થયો એ પછી લાખો લોકોએ જોઈ લીધો છે.  

 

પલ્લવીએ સની લિયોનીને 2012માં પહેલીવાર ટીવી પર જોઈ હતી. પલ્લવીને તેનો ચહેરો સની જેવો જ લાગ્યો હતો. પલ્લવી ત્યારથી જ સનીને પોતાની રોલમોડેલ માને છે. પલ્લવીએ સૌથી પહેલં ભોજપુરી ફિલ્મ 'લેકે આજા બેન્ડબાજા એ પવન રાજા'માં પવન સિંહની પત્નીની બહેનનો રોલ કર્યો હતો.