'સિંઘમ' પછી IAF ઓફિસર બનશે અજય, વાર્તાનું ગુજરાત સાથે ખાસ કનેક્શન
આ ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિંહા, રાણા દુગ્ગુબાટી, પરિણીતી ચોપડા તેમજ એમ્મી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે.
Trending Photos
નવી દિલ્હી : અજય દેવગન અભિનીત 'ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' 14 ઓગસ્ટ, 2020ના દિવસે રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાઓએ આ વાતની જાણકારી આપી છે. આ ફિલ્મમાં યુદ્ધ દરમિયાન ગુજરાતની મહિલાઓના સાહસને હાઇલાઇટ કરવામાં આવશે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 'ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ગુજરાતના માધાપુરની એ 300 મહિલાઓના સાહસની વાર્તા છે જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતની જીત થાય એ માટે મહત્વનો રોલ કર્યો હતો. આ મહિલાઓએ ભુજના એકમાત્ર રન-વેના સમારકામની જવાબદારી ઉપાડી હતી.
Release date finalized... #BhujThePrideOfIndia to release on 14 Aug 2020... Stars Ajay Devgn, Sanjay Dutt, Sonakshi Sinha, Parineeti Chopra, Rana Daggubati and Ammy Virk... Directed by Abhishek Dudhaiya. #IndependenceDayWeekend pic.twitter.com/2PKShMFTdX
— taran adarsh (@taran_adarsh) 24 March 2019
આ ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિંહા, રાણા દુગ્ગુબાટી, પરિણીતી ચોપડા તેમજ એમ્મી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ ટી સિરીઝ અને સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ એલએલપીએ કર્યું છે. ફિલ્મમાં અજય યુદ્ધના એક નાયકના રોલમાં જોવા મળશે. આ સિવાય સંજય રણછોડદાસ સવાભાઈ રાવાડી 'પગી'નો રોલ ભજવશે. અભિષેક દુધૈયા આ ફિલ્મનું ડિરેક્શન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે