મોરબી : પત્નીના આડાસંબંધોની શંકાથી પતિએ સાઢુભાઈના દીકરાને જીવતો સળગાવી માર્યો

મોરબીમાં 11 વર્ષ બાળકનું તેના સગા માસાએ અપહરણ કરીને ગળુ દબાવીને હત્યા કરી હતી, અને તેને બાદમાં સળગાવી દીધો હતો. પત્ની સાથે સાઢુને આડા સંબંધની શંકાના આધારે માસાએ બાળકની હત્યા કરી નાખી છે. ત્યારે મોરબીમાં આ બનાવથી ચકચાર મચી છે.

Updated By: Mar 25, 2019, 02:38 PM IST
મોરબી : પત્નીના આડાસંબંધોની શંકાથી પતિએ સાઢુભાઈના દીકરાને જીવતો સળગાવી માર્યો

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીમાં 11 વર્ષ બાળકનું તેના સગા માસાએ અપહરણ કરીને ગળુ દબાવીને હત્યા કરી હતી, અને તેને બાદમાં સળગાવી દીધો હતો. પત્ની સાથે સાઢુને આડા સંબંધની શંકાના આધારે માસાએ બાળકની હત્યા કરી નાખી છે. ત્યારે મોરબીમાં આ બનાવથી ચકચાર મચી છે.

મોરબીના પાનેલી ગામે રહેતા અશોકભાઈ સતવારાને 11 વર્ષનો દીકરો હિતેશ છે. તે પોતાની ગલી પાસે નાસ્તો કરવા ગયા બાદ પરત ફર્યો ન હતો, તેથી પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. હિતેશનો પત્તો ન લાગતા આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી, અને શંકાસ્પદ વ્યક્તિ તરીકે અશોકભાઈના સાઢુ હાર્દિક ચાવડાનું નામ અપાયુ હતું. પોલીસે તપાસ કરતા હાર્દિક ચાવડાએ હિતેશને મોતને ઘાટ ઉતારીને જીવતો સળગાવ્યો હોવાનું કબૂલ્યું હતું. હાર્દિક ચાવડાનુ નિવેદન સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. 

તેણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેની પત્નીના સાઢુભાઈ અશોક સતવારા સાથેના આડા સંબંધો હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેને લઈને બે સાઢુ ભાઈઓ વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ બાદ હાર્દિક માસુમ હિતેશનું અપહરણ કરીને તેને ક્રુરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો હતો.