Sanju : સહેલું નહોતું 'સંજૂ' બનવાનું, Making Video જોઈને ખુલ્લી જ રહી જશે આંખો

સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મને સારો પ્રતિભાવ મળી રહ્યો છે

Sanju : સહેલું નહોતું 'સંજૂ' બનવાનું, Making Video જોઈને ખુલ્લી જ રહી જશે આંખો

નવી દિલ્હી : સંજય દત્તના વિવાદાસ્પદ જીવન પરથી બનાવવામાં આવેલી ફિલ્મ 'સંજૂ'ને બોક્સઓફિસ પર જબરદસ્ત સફળતા મળી છે. આ ફિલ્મ માટે રાજકુમાર હિરાની તેમજ રણબીર કપૂરની આખી દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીરનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. હાલમાં નિર્માતાઓ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં રણબીર કપૂરે કઈ રીતે સંજય દત્ત તરીકે પરકાયા પ્રવેશ કર્યો છે એ બતાવવામાં આવી રહ્યું છે. અનુભવી ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાનીએ રણબીર કપૂરને સંજય દત્ત તરીકે દર્શાવવા માટે અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. 

આ મેકિંગ વીડિયોમાં રાજકુમાર હિરાનીની આકરી મહેનત તેમજ સમર્પણનો ખુલાસો કરવામાં આવ્યો છે. સંજૂએ પહેલા દિવસે જબરદસ્ત કમાણીનો નવો રેકોર્ડ કર્યો છે. 

રાજકુમાર હિરાનીના ડિરેક્શનેમાં બનેલી આ ફિલ્મે એક અઠવાડિયામાં 200 કરોડ રૂ.થી વધારે આંકડાને પાર કરી દીધો છે અને હજી પણ ફિલ્મનો બોક્સઓફસ પર મજબૂત પકડ છે. 'સંજૂ' રણબીર કપૂરની એવી પહેલી ફિલ્મ છે જેણે કમાણીના મામલે 200 કરોડ રૂ.નો આંકડો પાર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news