'પીએમ મોદી'ની બાયોપિકમાં થઈ આ અભિનેતાની એન્ટ્રી, અમિત શાહનો રોલમાં આવશે નજર

દિગ્ગજ અભિનેતા મનોજ જોશી પીએમ મોદીની બાયોપિકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ભૂમિકામાં જોવા મળશે. 
 

'પીએમ મોદી'ની બાયોપિકમાં થઈ આ અભિનેતાની એન્ટ્રી, અમિત શાહનો રોલમાં આવશે નજર

નવી દિલ્હીઃ મનોજ જોશી આગામી બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ભૂમિકા નિભાવશે. દિગ્ગજ અભિનેતા શાનદાર તક મળવાથી ખૂબ ઉત્સાહિત છે. મનોજે કહ્યું કે, મને લાગે છે કે, આ મારા માટે શાનદાર તક છે કે હું અમિત શાહની ભૂમિકામાં જોવા મળીશ. જ્યારે સંદીપ સિંહે મને આ ભૂમિકા માટે ફોન કર્યો તો મેં હા પાડી દીધી હતી. આ ફિલ્મની મહત્વપૂર્ણ ભૂમિકાઓમાંથી એક છે અને હું મારૂ સર્વશ્રેષ્ઠ આપીશ. 

ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે કહ્યું કે, આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાંથી એક છે અને તેને મનોજ જોશીથી સારી રીતે કોઈ ન કરી શકે. તે સૌથી પ્રતિભાશાળી અને મહેનતુ અભિનેતાઓમાંથી એક છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર છે. 

— Prashant Pandey (@Tweet2Prashant) February 13, 2019

ફિલ્મમાં ઝરીના વહાબ, પ્રશાંત નારાયણન, બોમન ઈરાની, બરખા બિષ્ટ સેનગુપ્તા, દર્શન કુમાર, અક્ષત આર સલૂજા, અંજન શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ગુપ્તા અને યતિન કાર્યેકર જેવા સિતારાઓ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અભિનેતા વિવેદ આનંદ ઓબેરોય મોદીની ભૂમિકામાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news