સ્ટ્રગલના દિવસોમાં આવતો હતો આપઘાતનો વિચાર, મિથુન ચક્રવર્તીએ કર્યો ખુલાસો

અભિનેતા મિથુન ચક્રવર્તીએ પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરીને જણાવ્યું કે તેમના મનમાં પણ ખોટા વિચાર આવવા લાગ્યા હતા. તેઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવવાનું પણ વિચાર્યું હતુ. જોકે તેઓએ ક્યારેય તેમાટેના પ્રયાસ નહોતા કર્યાં

સ્ટ્રગલના દિવસોમાં આવતો હતો આપઘાતનો વિચાર, મિથુન ચક્રવર્તીએ કર્યો ખુલાસો

Mithun Chakraborty: બૉલીવુડમાં એક્ટર અને એક્ટ્રેસ બનવાનું સપનું જોઈને હજારો યુવાઓ માયાનગરી મુંબઈ આવતા હોય છે. જોકે બધા લોકોને સફળતા નથી મળતી. સફળતા માટે ખુબ સંઘર્ષ કરવો પડતો હોય છે. બૉલીવુડના દિગ્ગજ મિથુન ચક્રવર્તી જેવા સ્ટાર્સને પણ સંઘર્ષ કરવો પડ્યો છે. મિથુન ચક્રવર્તીના સંઘર્ષના વાતોથી આજના યુવાનોએ ઘણુ શીખતા હોય છે. ખુબ ઓછા લોકો એ વાત જાણે છે કે સ્ટ્રગલના દિવસોમાં મિથુન ચક્રવર્તીએ આપઘાત કરવાનું વિચાર્યું હતું.

સ્ટ્રગલના દિવસોમાં આવ્યા ખોટા વિચાર
અભિનેતા મિથુન ચક્રવર્તીએ પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરીને જણાવ્યું કે તેમના મનમાં પણ ખોટા વિચાર આવવા લાગ્યા હતા. તેઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવવાનું પણ વિચાર્યું હતુ. જોકે તેઓએ ક્યારેય તેમાટેના પ્રયાસ નહોતા કર્યાં. મિથુન ચક્રવર્તીએ જણાવ્યું કે મને ઘણી વખત એવુ લાગ્યું કે મંઝિલ પ્રાપ્ત કરવામાં સફળતા નહીં મળી શકે. મારી પાસે મારા જન્મ સ્થળ કોલકાતા પરત જવાનું પણ ઓપ્શન નહોતું.

આ ફિલ્મોથી કમાયા નેમ અને ફેમ
મિથુન ચક્રવર્તીએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત 1976માં મૃગાયાથી કરી. જેના માટે તેઓએ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પર મળ્યો હતો. તેમની સારી ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર, સુરક્ષા, સાહસ, વર્દત, વૉંટેડ, બૉક્સર, પ્યાર ઝુકતાં નહીં અને અગ્નીપથ જેવી ફિલ્મો સામેલ છે. તેઓએ તહદાર કથા અને સ્વામી વિવેકાનંદમાં સારા પરફોર્મન્સ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યું છે.

લડ્યા વગર હાર ના માનવી જોઈએ
એક રિપોર્ટ અનુસાર મિથુને પોતાના સ્ટ્રગલના દિવસોના વાત કરતા જણાવ્યું કે મોટા ભાગે હું આ બાબતે વાત નથી કરતો. અને કોઈ એવી ઘટના પણ નથી જેની હું વાત કરું. તો ચાલો તે સંઘર્ષના દિવસોની વાત ના કરીએ કારણ કે એક્ટર બનવાનું સપનું લઈને આવતા લોકોને ડિમોટિવેટ કરી શકે છે. બધા લોકોને સંઘર્ષ તો કરવો જ પડે છે. પરંતુ મારુ એટલુ હતું કે ક્યારેક ક્યારેક મને લાગતું હતું કે હું મારા લક્ષ્ય પ્રાપ્ત નહી કરી શકું. મે આપઘાત કરવાનું પણ વિચાર્યું. મારી એટલી સલાહ છે કે વગર લડે જીવન ટૂંકાવવાનું ક્યારેય ના વિચારશો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news