Man Vs Wild: નરેન્દ્ર મોદી સાથે બેયર ગ્રિલ્સના શોને લઈને શું વિચારી રહ્યાં છે અક્ષય-અજય?

વિશ્વભરની નજર મેન vs વાઇલ્ડના સ્પેશિયલ શો પર છે. બેયર ગ્રિલ્સનો શો કોઈપણ માટે નવો નથી અને તે ઘણા સમયથી જોવાઇ રહ્યો છે. શોમાં મોદીને લઈને દર્શકો વચ્ચે ભારે ઉત્સુકતા છે. બોલીવુડ સેલિબ્રિટિના રિએક્શન પણ આવવાના શરૂ થઈ ગયા છે. 
 

Man Vs Wild: નરેન્દ્ર મોદી સાથે બેયર ગ્રિલ્સના શોને લઈને શું વિચારી રહ્યાં છે અક્ષય-અજય?

નવી દિલ્હીઃ બેયર ગ્રિલ્સની સાથે ભારતના વડાવ્રધાન નરેન્દ્ર મોદીનો એડવેન્ચર શો ચર્ચામાં છે. વિશ્વભરની નજર મૈન વર્સેઝ વાઇલ્ડના સ્પેશિયલ શો પર છે. બેયર ગ્રિલ્સનો શો કોઈપણ માટે નવો નથી અને તે ઘણા સમયથી જોવાઇ રહ્યો છે. શોમાં મોદીને લઈને દર્શકો વચ્ચે ભારે ઉત્સુકતા છે. બોલીવુડ સેલિબ્રિટિના રિએક્શન પણ આવવાના શરૂ થઈ ગયા છે. 

બોલીવુડના મિસ્ટર ખેલાડી અક્ષય કુમાર અને સુપરસ્ટાર અજય દેવગન સહિત ઘણા અભિનેતાઓએ શોને લઈને ઉત્સુકતા વ્યક્ત કરી છે. અક્ષય કુમારે કહ્યું, 'શો યૂનીક અને એડવેન્ચરથી ભરપૂર હોવા સિવાય શોમાં ક્લાઇમેટ ચેન્જને લઈને આ વિશે વાત હશે કે પૃથ્વીને કેમ બચાવવામાં આવે? મેન vs વાઇલ્ડના શો પર રાત્રે 9 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને ઉત્સુક છું.'

અજય દેવગને શોને લઈને એક ટ્વીટમાં લખ્યું, 'આજ દિવસની માગ છે આ શો.'

— Akshay Kumar (@akshaykumar) August 12, 2019

— Ajay Devgn (@ajaydevgn) August 12, 2019

— Narendra Modi (@narendramodi) August 12, 2019

— Bear Grylls (@BearGrylls) August 12, 2019

અનિલ કપૂરે કહ્યું- 'અદ્ભૂત સેટ, અદ્ભત વ્યક્તિ અને તેનાથી મોટા મિશન પર. તેને જોવા માટે મારાથી રાહ જોવાતી નથી.' કરણ જોહરે કહ્યું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક મજબૂત સંદેશો. પર્યાવરણ સંરક્ષણને લઈને બધાએ સતર્ક થઈ જવું સમયની માગ છે.'

વડાપ્રધાન મોદીએ પણ બેયર ગ્રિલ્સના ટ્વીટને શેર કરતા લખ્યું, 'ભારતના લીલા-ભરેલા જંગલોથી વધુ સારૂ શું હશે. ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ સરંક્ષણ પર વિચાર-વિમર્શ, આજે 9 કલાકે.'

મહત્વનું છે કે મોદી શો દરમિયાન બેયર ગ્રિલ્સની સાથે ઉત્તરાખંડના જંગલોમાં જોવા મળશે. એપિસોડનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news