લો બોલો ! નવા વર્ષમાં સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે ફ્લોપ એક્ટ્રેસ નરગિસ ફખરીની, કારણ કે...

નરગિસ એક સમયે ઉદય ચોપડાની ગર્લફ્રેન્ડ તરીકે જાણીતી હતી

લો બોલો ! નવા વર્ષમાં સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે ફ્લોપ એક્ટ્રેસ નરગિસ ફખરીની, કારણ કે...

મુંબઈ : રણબીર કપૂર અભિનીત ફિલ્મ 'રોકસ્ટાર'માં કામ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહેલી નરગિસ ફખરીની કરિયર ખાસ નથી રહી પણ તેની લવલાઇફ હંમેશા ચર્ચામાં રહી છે. નરગિસે લાંબા સમય સુધી 'ધૂમ' સ્ટાર ઉદય ચોપડાને ડેટ કર્યો હતો અને બંનેએ એક તબક્કે લગ્નનો પણ નિર્ણય લઈ લીધો હતો. જોકે કોઈ અકળ કારણોસર આ બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. 

આ પછી સમાચાર હતા કે નરગિસ હવે હોલિવૂડના મ્યુઝિક કમ્પોઝર અને ડિરેક્ટર મૈટ અલાંજોને ડેટ કરી રહી છે. જોકે નરગિસે ક્યારેય પોતાના આ સંબંધનો મીડિયામાં ખુલાસો નથી કર્યો. જોકે નરગિસ અને મૈટ નિયમિત રીતે એકબીજાની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરતા હતા. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આ બંનેએ ઇન્સ્ટાગ્રામ પરથી એકબીજાની તસવીર ડિલીટ કરી દીધી છે જેના કારણે ચર્ચા ચાલી છે કે આ બંનેના પ્રેમપ્રકરણનો અંત આવી ગયો છે. 

મળતી માહિતી પ્રમાણે નરગિસ 2017થી લોસ એન્જલસમાં મૈટ સાથે લિવઇનમાં રહેતી હતી. આ બંનેએ કાંડા પર એકબીજાના નામનું ટેટુ બનાવડાવ્યું હતું જે સાબિત કરતું હતું કે તેમની વચ્ચે ગાઢ પ્રેમ છે. જોકે હવે આ પ્રેમપ્રકરણનો અંત આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news