હંગામા બાદ હવે અજય દેવગન સાથે રોમાન્સ કરતી જોવા મળશે નવી અભિનેત્રી, જાણો કોણ છે PRANITA SUBHASH

પ્રણિતા સુભાષે મલ્ટી સ્ટારર કોમેડી ફિલ્મ હંગામા-2માં કામ કર્યુ છે. હંગામા પ્રિયદર્શનની સુપરહિટ ફિલ્મની સિકવલ છે.  

Updated By: Aug 5, 2021, 11:12 AM IST
હંગામા બાદ હવે અજય દેવગન સાથે રોમાન્સ કરતી જોવા મળશે નવી અભિનેત્રી, જાણો કોણ છે PRANITA SUBHASH

નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રણિતા સુભાષ તેની બે ફિલ્મો લઈને આવી છે, પ્રણિતાની પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી સાથેની ફિલ્મ હોટસ્ટારમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં નવોદિત અભિનેત્રી તેની ખૂબસુરતી અને ગ્લેમરસ અંદાજના કારણે ચર્ચામાં આવી છે. હંગામા રિલીઝ થતા પહેલા સોશિયલ મીડિયામાં પ્રણિતા સુભાષની ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. હવે પ્રણિતા ભુજ- ધ પ્રાઈડમાં જોવા મળશે.

પ્રણિતા સુભાષે મલ્ટી સ્ટારર કોમેડી ફિલ્મ હંગામા-2માં કામ કર્યુ છે. હંગામા પ્રિયદર્શનની સુપરહિટ ફિલ્મની સિકવલ છે. ફિલ્મમાં પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી જેવા મોટા ગજાના કલાકાર છે. પ્રણિતા બંને ફિલ્મોને લઈ ખૂબ ઉત્સાહિત છે.પ્રણિતા ભલે બોલિવુડમાં નવોદિત છે પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં 11 વર્ષથી એક્ટિવ છે.

પ્રણિતાએ તેલુગુ,કન્નડ અને તમિલ ફિલ્મોમા કામ કર્યુ છે. પ્રણિતાએ વર્ષ 2010માં ફિલ્મ કન્નડ ફિલ્મ porki થી ડેબ્યૂ કર્યુ તો Em Pilladoથી તેલુગુ અને Udhayanથી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યુ હતું.

આ પણ વાંચો- અક્ષયકુમારની 'બેલ બોટમ'ના ટ્રેલરે ધમાલ મચાવી, જશ ખાટી ગઈ PM બનેલી આ અભિનેત્રી, ઓળખી તમે?

પ્રણિતાએ અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણે બાવા (2010), Attarintiki Daredi (2013), massu Engira Masilamani (2015) and Enakku Vaaitha Adimaigalમાં કામ કર્યું છે.

વર્ષ 2012માં પ્રણિતાએ વિવેચકોએ વખાણેલી ફિલ્મ Bheema Theerdalli માં કામ કર્યુ હતું. આ સાથે તે વર્ષ 2015માં મહેશ બાબુ સાથે બ્રહ્મોત્સવમાં કામ કર્યુ હતું. તમને જણાવી દઈએ પ્રણિતા આયુષમાન ખુરાના સાથે Chan Kitthan માં કામ કરી ચૂકી છે. આ ગીતને આયુષમાન ખુરાનાએ ગાયું છે જેના શબ્દો કુમારે લખ્યા હતા.  
 
પ્રણિતા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે, ઈન્સ્ટાગ્રામ પર તેના 4.8 મિલીયન ફોલોઅર્સ છે. પ્રણિતા સોશિયલ મીડિયા પર ગ્લેમરસ ફોટા સતત શેર કરતી રહે છે.  પ્રણિતા ન માત્ર ગ્લેમરસ પરંતુ ટ્રેડિશનલ લુકમાં પણ તેના ફેન્સના દિલ લૂટી લે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube