મનીષ મલ્હોત્રાએ રાખી નવા વર્ષની હાઉસ પાર્ટી, પહોંચ્યા બોલીવુડના આ સિતારા

બોલીવુડના જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ સ્ટાર માટે પાર્ટી રાખી, જે આ સમયે મુંબઈમાં છે અને નવા વર્ષની ઉજવણી મુંબઈમાં કરવાના છે. મનીષ મલ્હોત્રાની પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
 

મનીષ મલ્હોત્રાએ રાખી નવા વર્ષની હાઉસ પાર્ટી, પહોંચ્યા બોલીવુડના આ સિતારા

મુંબઈઃ બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓ નવા વર્ષનો જશ્ન મનાવવા માટે મુંબઈથી બહાર ગયા છે. કોઈ માલદીવ્સ તો કોઈ રાજસ્થાન. તો બોલીવુડના જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ સ્ટાર માટે પાર્ટી રાખી, જે આ સમયે મુંબઈમાં છે અને નવા વર્ષની ઉજવણી મુંબઈમાં કરવાના છે. મનીષ મલ્હોત્રાની પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બોલીવુડના જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પોતાના ઘરે એક પાર્ટી રાખી તી. આ પાર્ટીમાં બોલીવુડના ઘણા સિતારા સામેલ થયા હતા. જેમ કે કાર્તિક આર્યન, કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડિસ, જાન્હવી કપૂર.

તો નુસરત ભરૂચા પણ આ પાર્ટીમાં હાજર રહીત નુસરત ભરૂચા સિવાય આ પાર્ટીમાં વાણી કપૂર પણ પહોંચી હતી. મહત્વનું છે કે તેમની આ પાર્ટીની તસવીરો મનીષ મલ્હોત્રાની સાથે-સાથે પાર્ટીમાં હાજર સિતારોએ પણ શેર કરી છે. તેમની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. કૃતિ સેનને પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીર શેર કરી મનીષનો આભાર પણ માન્યો છે. 

સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા વિશે આવ્યા ચોંકાવનારા અપડેટ, વાયરલ થયો VIDEO 

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સિતારાઓ ખુબસુરત લાગી રહ્યાં હતા. કાર્તિક આર્યનનો પણ અલગ અંદાજ જોવા મળ્યો. મહત્વનું છે કે મનીષની આ પાર્ટીમાં કાર્તિકની સાથે તેની બે કો-સ્ટાર પણ સામેલ થઈ. તેની આ તસવીરોને ફેન્સ લાઇક્સ અને કોમેન્ટ કરી રહ્યાં છે. તસવીરોથી એવું લાગે છે કે સિતારાઓએ મનીષ મલ્હોત્રાના ઘર પર નવા વર્ષનો જશ્ન ઉત્સાહપૂર્વક મનાવ્યો છે. 

મનીષના ડિનર ડેટ પર તમામ સિતારાઓએ ખૂબ એન્જોય કર્યું. ત્યારબાદ કૃતિ, કાર્તિક, નુસરત, વાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news