‘નોટબુક’ની પહેલા દિવસની કમાણીએ સલમાનની ચમકતી કરિયર પર લગાવી દીધો કાળો દાગ

હાલમાં રિલીઝ થયેલી સલમાન ખાન બેનરની લેટેસ્ટ ફિલ્મ નોટબુક બોક્સઓફિસ પર સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. આ ફિલ્મથી નૂતનની પૌત્રી પ્રનૂતન અને સલમાનના મિત્રનો દીકરો ઝહીર ઇકબાલ બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યો છે. બોક્સ ઓફિસના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે નોટબુકે પહેલા દિવસે થિયેટરમાં માત્ર 60-70 લાખનો જ બિઝનેસ કર્યો છે જે બહુ નિરાશાજનક છે. 

‘નોટબુક’ની પહેલા દિવસની કમાણીએ સલમાનની ચમકતી કરિયર પર લગાવી દીધો કાળો દાગ

મુંબઈ : હાલમાં રિલીઝ થયેલી સલમાન ખાન બેનરની લેટેસ્ટ ફિલ્મ નોટબુક બોક્સઓફિસ પર સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. આ ફિલ્મથી નૂતનની પૌત્રી પ્રનૂતન અને સલમાનના મિત્રનો દીકરો ઝહીર ઇકબાલ બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યો છે. બોક્સ ઓફિસના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે નોટબુકે પહેલા દિવસે થિયેટરમાં માત્ર 60-70 લાખનો જ બિઝનેસ કર્યો છે જે બહુ નિરાશાજનક છે. 

સલમાન ખાનની પ્રોડક્શન કંપનીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ નોટબુક એક્સ આર્મી મેન કબીર (ઝહીર ઈકબાલ) નામના એક ટીચરની વાર્તા છે કે જે કાશ્મીરની હાઉસ-બોટમાં ભણાવવા માટે આવે છે. તેને અહીં એક અન્ય ટીચર ફિરદોસ (પ્રનૂતન બહલ)ની નોટબુક મળે છે કે જે અગાઉ અહીં ભણાવી ચૂકી છે. આ નોટબુકમાં ફિરદોસે તેના અંગત વિચારો લખેલા છે. આ નોટબુક વાંચ્યા બાદ કબીર મળ્યા વિના જ ફિરદોસના પ્રેમમાં પડી જાય છે. આ પછી વાર્તામાં વળાંકો આવે છે. આ ફિલ્મ થાઇ ફિલ્મ ટીચર્સ ડાયરી (2014)ની રિમેક છે. આ ફિલ્મમાં વાર્તા અનેક વળાંકમાંથી પસાર થઈને રસપ્રદ અંત સુધી પહોંચે છે. 

હકીકતમાં નોટબુકના એક અઠવાડિયા પહેલાં જ થિયેટર્સમાં અક્ષયકુમારની કેસરી રિલીઝ થઈ છે જેના કારણે નોટબુકની કમાણી પર અસર પડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news