નવી હેરસ્ટાઇલ ફ્લોન્ટ કરતી જોવા મળી Priyanka Chopra, ફેન્સ કરી રહ્યા છે આવી કોમેન્ટ

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ પોતાની પોસ્ટને કેપ્શન આપતાં લખ્યું કે 'ન્યૂ હેર, ડોંટ કેર'. પ્રિયંકાનો આ નવો લુક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. 

નવી હેરસ્ટાઇલ ફ્લોન્ટ કરતી જોવા મળી Priyanka Chopra, ફેન્સ કરી રહ્યા છે આવી કોમેન્ટ

નવી દિલ્હી: ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોનસ (Priyanka Chopra Jonas)એ શનિવારે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી જેમાં તે પોતાના નવા હેરકટને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં પ્રિયંકા એક નવા હેરકટમાં પોતાની લટો સાથે હસતી જોવા મળી રહી છે. 

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ પોતાની પોસ્ટને કેપ્શન આપતાં લખ્યું કે 'ન્યૂ હેર, ડોંટ કેર'. પ્રિયંકાનો આ નવો લુક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે જેમાં ઇંડસ્ટ્રીથી તેમના એક મિત્ર તથા સહકર્મી પણ સામેલ છે. અભિનેત્રી પત્રલેખાએ આ પોસ્ટૅ પર પોતાની પ્રતિક્રિયા આપતાં એક હાર્ટ આઇ ઇમોજી પોસ્ટ કર્યા છે. તસવીર એક યૂઝરે કોમેન્ટ કરી છે, 'તમે પ્યારા લાગો છો પ્રિયંકા' એક એ લખ્યું છે કે 'હેરકટ તમારા પર ખૂબ શોભે છે.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

New hair, don’t care.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તમને જણાવી દઇએ કે પ્રિયંકા ચોપડા જોનસે તાજેતરમાં જ જાહેરાત કરી કે તેમણે પોતાની સીરીઝનું કામ પુરૂ કર્યું છે. જેનું ટાઇટલ 'અનફિનિશ્ડ' છે. પ્રિયંકા હવે તેને જાહેર કરવા માટે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news