38 વર્ષની થઈ પ્રિયંકા ચોપડા, નિક જોનાસ સાથે લગ્ન પહેલા આ અભિનેતા સાથે કરી ચુકી છે ડેટ


18 જુલાઈએ બિહારના જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકાના માતા-પિતા સેનામાં ડોક્ટર હતા. શનિવારે પ્રિયંકા પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. 
 

38 વર્ષની થઈ પ્રિયંકા ચોપડા, નિક જોનાસ સાથે લગ્ન પહેલા આ અભિનેતા સાથે કરી ચુકી છે ડેટ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ હિન્દી સિનેમામાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ એ સ્પાય'થી કરી હતી. પરંતુ લોકોને તે વાત લગભગ ખબર હશે કે સની દેઓલની આ ફિલ્મ પહેલા પણ પ્રિયંકાએ એક ફિલ્મ કરી હતી. વર્ષ 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નામ હતું થામિજન. આ એક તમિલ ફિલ્મ હતી, અને તે ફિલ્મથી પ્રિયંકા પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળી હતી. આજે આ દેશી ગર્લથી જાણીતી અભિનેત્રીનો જન્મદિવસ છે.

18 જુલાઈએ બિહારના જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકાના માતા-પિતા સેનામાં ડોક્ટર હતા. શનિવારે પ્રિયંકા પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. આજે પ્રિયંકા એક આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ચુકી છે. 
લોકો તેને ખુબ પસંદ કરે છે. તે વાતથી પણ બધા વાકેફ છે કે પ્રિયંકા ચોપડાએ પોતાનાથી 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કર્યાં છે. નિક પહેલા તેનું અફેર અન્ય સ્ટાર સાથે પણ રહ્યું છે. અમે તમને પ્રિયંકા ચોપડાના અફેર વિશે જણાવીએ. 

પ્રિયંકા ચોપડાનો પ્રથમ પ્રેમ અમીસ મર્ચેન્ટ હતો. કહેવામાં આવે છે કે પ્રિયંકા ફિલ્મોમાં આવ્યા પહેલા તેને ડેટ કરી રહી હતી, પરંતુ જેમ બોલીવુડમાં સફળતા મળી, તે પોતાનો પ્રથમ પ્રેમ ભૂલી ગઈ અને બંન્ને અલગ થઈ ગયા. અસીમ બાદ પ્રિયંકાએ અક્ષય કુમારને ડેટ કર્યું. બંન્નેની જોડી ખુબ પસંદ કરવામાં આવી. બંન્નેએ ઘણી હિટ ફિલ્મો સાથે કરી છે. એક સમય હતો જ્યારે મીડિયામાં સમાચાર હતા કે એક સાથે કામ કરતા બંન્ને વધુ નજીક આવી ગયા છે. તે સમયે બંન્નેના ઘણા બોલ્ડ ફોટોશૂટ પણ સામે આવ્યા હતા, આ કારણે બંન્ને ચર્ચાઓમાં હતા. 

કોરોના પોઝિટિવ ઐશ્વર્યા રાય અને આરાધ્ય બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ

અક્ષય અને પ્રિયંકાના સંબંધોથી નાખુશ ટ્વિંકલ ખન્ના (અક્ષય કુમારની પત્ની)એ તેને લઈને અક્ષયને ચેતવણી આપી કે તે પ્રિયંકાની સાથે કોઈ ફિલ્મ કરશે નહીં. ત્યારબાદ અક્ષયે પ્રિયંકાથી દૂર રહેવાનું શરૂ કર્યું હતું. અક્ષય બાદ પ્રિયંકાએ હરમન બાવેજાને ડેટ કરવાનું શરૂ કર્યું. આ બંન્નેએ સાથે એક ફિલ્મ કરી જે ફ્લોપ રહી હતી. તેવુ જણાવવામાં આવે છે કે હરમનના ફ્લોપ કરિયરને કારણે પ્રિયંકા તેનાથી દૂર થઈ ગઈ હતી. પ્રિયંકાનું નામ શાહરૂખ, શાહિદ, ત્યાં સુધી કે જેરાર્ડ બટલરની સાથે જોડવામાં આવ્યું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news