ગભરાશો નહી, જે દેશમાંથી ફેલાયો હતો કોરોના વાયરસ, ત્યાંથી આવી ખુશખબરી
ચીન (china)માં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા 1,681 રોગીઓ (Patients)ને ઉપચાર અને પૂર્ણ રૂપથી સ્વસ્થ થયા બાદ ગુરૂવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. નેશનલ હેલ્થ કમીશને શુક્રવારે આ વાતની જાણકારી આપી.
Trending Photos
બિજિંગ: ચીન (china)માં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા 1,681 રોગીઓ (Patients)ને ઉપચાર અને પૂર્ણ રૂપથી સ્વસ્થ થયા બાદ ગુરૂવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. નેશનલ હેલ્થ કમીશને શુક્રવારે આ વાતની જાણકારી આપી.
કમીશને પોતાના ડેલી રિપોર્ટમાં કહ્યું કે અત્યાર સુધી કુલ 53,726 દર્દીઓને ગુરૂવાર સુધી ઉપચાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના કુલ 80,552 કેસની પુષ્ટિ થઇ છે અને સંક્રમણના લીધે 3,042 લોકોના મોત થયા છે.
143 નવા કેસની પુષ્ટિ
તો બીજી તરફ ચીનમાં કોરોનાવાયરસ સંક્રમણના 143 કેસની પુષ્ટિ થઇ છે અને તેના લીધે ગુરૂવાર સુધી 30 રોગીઓના મોત થયા છે. ચાઇના હેલ્થ ઓથોરિટીએ શુક્રવારે આ વાતની જાણકારી આપી. સમાચાર એજન્સી સિન્હુઆએ નેશનલ હેલ્થ કમિશનના હવાલેથી કહ્યું કે મૃતકોમાંથી 29 દર્દી હુબેઇ પ્રાંતથી અને એક હૈનાન પ્રાંતથી હતા.
દુનિયાભરમાં કોરોના વાયરસના 2,241 નવા કેસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના નવીનત સત્તાવાર આંકડા અનુસાર દુનિયાભરમાં ગુરૂવાર સુધી કોરોના વાયરસ સંક્રમણના 2,241 નવા કેસની પુષ્ટિ થઇ, ત્યારબાદથી આ સંક્રમિત લોકોની કુલ સંખ્યા 95,333 થઇ ગઇ છે.
સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર ગત 24 કલાકમાં પહેલીવાર પાંચ દેશો, ક્ષેત્રો અને વિસ્તારોથી સીઓવીઆઇડી-19 (કોરોના વાયરસ)થી સંક્રમિત કેસની સૂચના આવી છે.
ડબ્લ્યૂએચઓના મહાનિર્દેશક ટ્રેડોસ એડહાનોમ ગેબ્રેયેસસે બુધવારે એક બ્રીફિંગ દરમિયાન વાયરસની અસરને ઓછી કરવા માટે એક વ્યાપક દ્વષ્ટિકોણને લાગૂ કરવાના મહત્વ પર ભાર મુક્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે