Ranbir Alia Wedding LIVE: સંગીતની સાથે શરૂ થઈ મહેંદી સેરેમની, કરણ જોહર, કરીના કપૂર સહિતના સેલિબ્રિટી પહોંચ્યા...

Ranbir Alia Wedding LIVE: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ભવ્ય રીતે યોજાનાર છે એવામાં આ ઈવેન્ટ માટે સિક્યોરિટીની પુરેપુરી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે વીઆઈપી લોકોની સુરક્ષા માટે મોટા લેવલે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Ranbir Alia Wedding LIVE: સંગીતની સાથે શરૂ થઈ મહેંદી સેરેમની, કરણ જોહર, કરીના કપૂર સહિતના સેલિબ્રિટી પહોંચ્યા...

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હાલ લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. એવામાં સૌથી પહેલા પુજાની સાથે શરૂઆત કરવામાં આવી છે. લગ્નની રસ્મો પહેલા રાખવામાં આવેલી પુજામાં દિગ્ગજ અભિનેત્રી નીતૂ કપૂર પોતાની પુત્રી રિદ્ધિમા કપૂર અને ગ્રેંડ ડોટરની સાથે હાજરી આપવા પહોંચી. આ દરમિયાન પાપારાઝીએ તેમને જોયો અને તેમની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.

મહેંદી ફંક્શનમાં ઢોલક અને લોક ગાયકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો, કરણ જોહર, અયાન મુખર્જી, મિત્ર આરતી શેટ્ટી હાજર હતા. મહેંદી સેરેમની માટે ખાસ લાલ અને પીળા રંગના મેરીગોલ્ડ ફૂલ ડેકોરેશન રાખવામાં આવ્યા હતા. મહેંદી વિધિ પૂર્ણ થયા બાદ મહેમાનોને ગણેશ પૂજાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. મહેંદી સેરેમનીમાં કરણ જોહર હોસ્ટ બન્યો હતો, જ્યારે અયાન આલિયાની પડખે ઊભો હતો.

મહેંદી ફંક્શનની તસવીરો તો આવી નથી, પરંતુ તેની ડિટેલ્સ જરૂરથી આવી ગઈ છે. રિપોર્ટસના મતે ફંક્શનમાં કરીના અને કરિશ્મા કપૂર, પોતાની થનાર નણંદ આલિયાની સાથે બેઠી છે. મહેંદી સેરેમનીમાં પંજાબી ટ્રેડિશનલ સોંગ અને બોલિવુડ મિક્સ સોંગ વાગી રહ્યા છે.

આલિયા ભટ્ટની મહેંદી સેરેમની થઈ ચુકી છે. તેની મહેંદી ડિઝાઈન ખાસ છે. આલિયાની મહેંદી ડિઝાઈનમાં નંબર 8નું કનેક્શન છે. તેની મહેંદી ઓર્ગેનિક મહેંદી છે. એક સૂત્ર એ જણાવ્યું છે કે આલિયાએ પોતાની મહેંદી માટે મહેંદી આર્ટિસ્ટને ખાસ ઈસ્ટ્રક્શન આપી છે. તેની મહેંદીમાં ઈનફિનિટી ડિઝાઈન હશે જે નંબર 8 હશે. નંબર 8ને તેની મહેંદીમાં યોગ્ય જગ્યાએ ફિટ કરવામાં આવે.

ટાઈટ સિક્યોરિટીની વચ્ચે શરૂ થઈ લગ્નની વિધિઓ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ભવ્ય રીતે યોજાનાર છે એવામાં આ ઈવેન્ટ માટે સિક્યોરિટીની પુરેપુરી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે વીઆઈપી લોકોની સુરક્ષા માટે મોટા લેવલે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગેસ્ટની સાથે સાથે સિક્યોરિટી ગાર્ડ્સ માટે પણ અલગ બેંડ્સની તૈયારી કરવામાં આવી છે. જોકે, હાલ તેમના લગ્નની તસવીરો અને વીડિયોને આતુરતાપૂર્વક ચાહકો રાહ જોઈ રહ્યા છે.

પ્રાઈવેસીને કરવાની રહેશે મેન્ટેન
રણબીર કપૂર આલિયા ભટ્ટના લગ્નની પ્રાઈવેસી મેન્ટેન કરવાની પુરેપુરી કોશિશ જોરશોરથી કરવામાં આવી રહી છે. લગ્નના વેન્યૂથી લઈને રસ્મની તારીખ સુધી બધુ ગુપ્ત રાખવામાં આવી રહ્યું છે. લગ્નમાં આવનાર દરેક મહેમાનને પણ પ્રાઈવેસી મેન્ટેન કરવાની રહેશે.

ફોન કેમેરા પર લાગી રહ્યા છે સ્ટિકર
ઘર પરિવારના સભ્યો સિવાય અમુક સિલેક્ટેડ ગેસ્ટ લિસ્ટ છે જે કાર્યક્રમોમાં હાજરી આપશે પરંતુ તેમના ઉપર પણ અમુક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. લગ્નમાં આવનાર મહેમાનોના ફોન કેમેરાને સ્ટિકર મારીને બંધ કરવામાં આવી રહ્યા છે. વેડિંગ ફંક્શનમાં મહેમાનોના કેમેરા પર સ્ટિકર લગાવવા આવશે, જેથી અંદર કોઈ પણ રીતે ફોટોગ્રાફ્સ અને વીડિયો શૂટ ના કરી શકે.

કોઈ ઓફિશિયલી સ્ટેટમેન્ટ નહીં
સિક્યોરિટી યુનિટની પાસે સ્ટિકરનો રોલ આપવામાં આવ્યો છે અને હવે આવનાર જે પણ ગેસ્ટ હશે તેના મોબાઈલ કેમેરા કવર કરવામાં આવશે. રણબીર આલિયાના લગ્નનું ફંક્શન હવે શરૂ થનાર છે. જોકે, અત્યાર સુધી પરિવાર તરફથી કોઈ ઓફિશિયલી સ્ટેટમેંટ આપવામાં આવ્યું નથી.

 

No description available.

 

No description available.

No description available.

 

No description available.

 

No description available.

No description available.

No description available.

No description available.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news