રણબીર કેમ પીએમ મોદી સાથે ક્લિક ન કરાવી શક્યો તસવીર, કારણ છે રસપ્રદ

હાલમાં બોલિવૂડ સ્ટાર્સ વડાપ્રધાનને મળ્યા હતા અને તેની તસવીર વાઇરલ બની છે

રણબીર કેમ પીએમ મોદી સાથે ક્લિક ન કરાવી શક્યો તસવીર, કારણ છે રસપ્રદ

મુંબઈ : બોલિવૂડના નવા ચહેરા રણવિર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને રાજકુમાર રાવ સહિતના કલાકારોએ ગુરુવારે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. હજુ થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડના નિર્માતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ફિલ્મ ઉદ્યોગ સામે રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત બાદ સરકારે ફિલ્મના ટિકિટો પરનો જીએસટી દર ઘટાડ્યો હતો. 

આ તમામ તસવીરોમાં રણવીર સિંહની સ્ટાઇલ અલગ જ છે. બોલિવૂડના પાવર હાઉસ કહેવાતા રણવીરે પીએમ પાસેથી જાદુની ઝપ્પી લઈ લીધી હતી. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત વખતે વરૂણ ધવન અત્યંત ઉત્સાહમાં આવી ગયો હતો. તેણે પીએમ સાથે હાથ મેળવીને પોતાની સ્માઇલથી તેમનું દિલ જીતી લીધું હતું. બોલિવૂડના આ તમામ સ્ટાર્સમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટી સૌથી ડિસન્ટ હતો. જોકે રણબીરની વડાપ્રધાન સાથેની એકપણ તસવીર જોવા નથી મળી અને આના કારણે તેના ચાહકોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. 

પીએમ સાથેની તેની તસવીર જાહેર ન થવા પાછળના કારણની સ્પષ્ટતા કરતા રણબીરે કહ્યું છે કે ''હું ઇન્સ્ટાગ્રામ પર છું પણ ક્યારેય કંઈ પોસ્ટ નથી કરતો. મને લોકોની કમેન્ટ્સથી ડર લાગે છે અને મેં ક્યારેય કોઈના જીવન પર કમેન્ટ નથી કરી. કદાચ એટલે જ મેં પીએમ સાથેની મારી સોલો તસવીર શેયર નથી કરી.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news