અડધી રાત્રે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ગુમાવવા પડ્યા પોતાના વાળ, જુઓ શું થયું

 બનાસકાંઠાના ડોડિયા ગામે મોડી રાત્રે વિચિત્ર ઘટના બની હતી. મોડી રાત્રે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ઝાડ સાથે બાંધીને તેનું ટકલુ કરવામાં આવ્યું હતું. 

અડધી રાત્રે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ગુમાવવા પડ્યા પોતાના વાળ, જુઓ શું થયું

અલ્કેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાના ડોડિયા ગામે મોડી રાત્રે વિચિત્ર ઘટના બની હતી. મોડી રાત્રે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ઝાડ સાથે બાંધીને તેનું ટકલુ કરવામાં આવ્યું હતું. 

લાખણીના ડોડિયા ગામની મોડી રાત્રેની આ ઘટના બની હતી. જેમાં મોડી રાત્રે પ્રેમિકાને મળવા આવેલા યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દેવાયો હતો. તથા તેના વાળ ઉતારી લઈને તેનું મુંડન કરાયું હતું. પ્રેમિકાને મળવા ગયેલા યુવકને માથે ટકો કરતો અને તેના ભૂંડા હાલ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

રાજકોટ મનપાએ એવી જબરી સ્ટાઈલમાં કરદાતાઓના કાન આમળ્યા, કે ટેક્સ ભરવા દોડ્યા લોકો

જિલ્લામાં અવારનવાર આવી અનેક ઘટનાઓના વીડિયો સામે આવતા રહે છે. જોકે, પ્રેમીના આ હાલ વિશે હજી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news