ઇન્ટરનેટ પર છવાઈ Ranbir Kapoor અને Deepika Padukoneની એક જુની તસવીર, જોવા કરો ક્લિક

બોલિવૂડની દુનિયા બહુ રસપ્રદ છે. અહીં એક પળમાં સંબંધ બને છે અને બીજા પળમાં તુટી પણ જાય છે. અહીં જ્યાં સુધી ખરેખર લગ્ન ન થઈ જાય ત્યાં સુધી સંબંધોનું કોઈ ભવિષ્ય નથી. 

ઇન્ટરનેટ પર છવાઈ Ranbir Kapoor અને Deepika Padukoneની એક જુની તસવીર, જોવા કરો ક્લિક

નવી દિલ્હી : બોલિવૂડની દુનિયા બહુ રસપ્રદ છે. અહીં એક પળમાં સંબંધ બને છે અને બીજા પળમાં તુટી પણ જાય છે. અહીં જ્યાં સુધી ખરેખર લગ્ન ન થઈ જાય ત્યાં સુધી સંબંધોનું કોઈ ભવિષ્ય નથી. બોલિવૂડમાં આવી જ એક ચર્ચાસ્પદ જોડી હતી રણબીર કપૂર (Ranbir Kapoor) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની. આ બંને વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી હતી પણ આમ છતાં બંનેના રસ્તા અલગ છે. દીપિકાએ તો રણવીર સિંહ (Ranveer Singh) સાથે લગ્ન પણ કરી લીધા છે. 

હાલમાં સોશિયલ મીડિયા (Social Media)માં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની એક જુની તસવીર વાયરલ બની રહી છે. આ તસવીર બંને જણા રિલેશનશીપમાં હતા ત્યારની છે. આ તસવીર ફેન ક્લબે શેયર કરી છે. 

— RanbirDeepikaFC (@RanbirDeepikaFC) September 28, 2014

રણબીર અને દીપિકા એકસાથે યે જવાની હૈ દીવાની તેમજ તમાશા જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. હવે દીપિકા પતિ રણવીર સાથે 83માં જોવા મળશે જ્યારે રણબીર ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહ્યો છે. આ સિવાય રણબીરની અન્ય ફિલ્મ શમશેરામાં તેની સાથે વાણી કપૂર અને સંજય દત્ત જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news