દીપિકા પાદુકોણ રણવીર સિંહની જોડી ફરી એકવાર 'રાસલીલા' કરી ધૂમ મચાવશે

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ લગ્ન બાદ ફરી આગામી ફિલ્મમાં સાથે જોડી બનાવશે. ગોલીયો કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મમાં સાથે કામ કરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફરી એકવાર આ જોડી સાથે દેખાશે. આગામી ફિલ્મમાં ફરી એકવાર આ જોડી સાથે રાસલીલા કરશે

Updated By: May 15, 2019, 10:31 AM IST
દીપિકા પાદુકોણ રણવીર સિંહની જોડી ફરી એકવાર 'રાસલીલા' કરી ધૂમ મચાવશે

નવી દિલ્હી : દીપિકા અને રણવીર 'દીપવીર' ના ફેન્સ માટે સારા સમાચાર છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ફરીથી એકસાથે સિલ્વર સ્ક્રીન પર જોઇ શકશે. લગ્ન બાદ પહેલીવાર કોઇ ફિલ્મમાં આ જોડી પ્રથમવાર દેખાશે. ગોલીયો કી રાસલીલા, બાજીરામ મસ્તાની અને પદ્માવત જેવી ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર આ જોડી ફરી એકવાર ધૂમ મચાવવા આવી રહી છે. દીપવીરની આ જોડી બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવા માટે જલ્દીથી આવી રહી છે. બંનેએ રેકોર્ડ તોડવાના વિચાર સાથે ફરી એકવાર સાથો ઓનસ્ક્રીન થવાનો નિર્ણય લીધો છે. 

'बधाई हो' डायरेक्टर के साथ काम करेंगे दीपिका-रणवीर! अमित शर्मा ने किया खुलासा

અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફના અહેવાલ અનુસાર દીપિકા રણવીર ની ફિલ્મ '83' માં દેખાશે. સુત્રોનું માનીએ તો આ ફિલ્મમાં દીપિકાની એન્ટ્રી પાક્કી થઇ ચૂકી છે. આ ફિલ્મ અંગે જણાવતાં સુત્રો કહે છે કે, દીપિકાએ કબીર ખાનની ફિલ્મ 83 માટે ફાઇનલ કરી દીધું છે. આ ફિલ્મમાં એક મોટી સ્ટારકાસ્ટ છે અને હવે દીપિકાએ પણ આ ફિલ્મ માટે હા કરી છે. 

અનુમાન લગાવાઇ રહ્યું છે કે, આ ફિલ્મમાં દીપિકા રણવીર સિંહની પત્નીનો રોલ કરી રહી છે. સુત્રોના અનુસાર, દીપિકા આ ફિલ્મમાં ખાસ ભૂમિકામાં છે કારણકે તે કપિલ દેવની પત્ની રોમી ભાટીયાનું પાત્ર નિભાવી રહી છે. ફિલ્મમાં બંને વચ્ચે પતિ પત્નીનો સંબંધ અને એમની લવ સ્ટોરી દર્શાવાઇ છે. 

DeepVeer ने कर ली है वैलेंटाइन डे की प्लानिंग, ऐसे सेलिब्रेट करेंगे 'प्यार का दिन

પોતાના પાત્રને ન્યાય આપવા માટે રણવીર ગંભીર છે અને તનતોડ મહેનત કરી રહ્યો છે. વાત પદ્માવતના અલાઉદ્દીન ખિલજીની હોય કે ગલી બોય ના મુરાદની, રણવીર પોતાને ફિલ્મના પાત્રમાં ડૂબાવી દે છે. ફિલ્મ 83 માટે પણ તે આવી જ તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં રણવીર, કલિપ દેવનું પાત્ર ભજવશે. કબીર ખાન આ ફિલ્મનું નિર્દેશન કરશે. રણવીર પહેલા જ ક્રિકેટના આ આઇકોનથી કેટલીક ટીપ્સ મેળવી ચૂક્યો છે. પરંતુ હજુ તે એમની સાથે વધુ કેટલોક સમય વીતાવવા ઇચ્છે છે.

બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ જાણો