Shocking: રશ્મિ દેસાઈ પણ બની હતી કાસ્ટિંગ કાઉચનો ભોગ, કહ્યું- 'તેણે મારા સ્ટેટિસ્ટિક...'

બિગ બોસ 13ની સ્પર્ધક રહી ચૂકેલી રશ્મિ દેસાઈ હાલ ખુબ ચર્ચામાં છે. આ ટીવી શોમાં જ્યાં તેણે એક બાજુ પોતાની બોલ્ડ પર્સનાલિટીથી પોતાના ફેન્સના હ્રદય પર રાજ કર્યું ત્યાં તે હવે ઘરમાંથી બહાર આવ્યાં બાદ ખુબ પાર્ટીઓ, ઈન્ટરવ્યુઝ અને કામ મામલે બિઝી છે. હાલમાં જ આ અભિનેત્રીએ એક મીડિયા પોર્ટલને ઈન્ટરવ્યુ આપ્યો જેમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

Shocking: રશ્મિ દેસાઈ પણ બની હતી કાસ્ટિંગ કાઉચનો ભોગ, કહ્યું- 'તેણે મારા સ્ટેટિસ્ટિક...'

નવી દિલ્હી: બિગ બોસ 13ની સ્પર્ધક રહી ચૂકેલી રશ્મિ દેસાઈ હાલ ખુબ ચર્ચામાં છે. આ ટીવી શોમાં જ્યાં તેણે એક બાજુ પોતાની બોલ્ડ પર્સનાલિટીથી પોતાના ફેન્સના હ્રદય પર રાજ કર્યું ત્યાં તે હવે ઘરમાંથી બહાર આવ્યાં બાદ ખુબ પાર્ટીઓ, ઈન્ટરવ્યુઝ અને કામ મામલે બિઝી છે. હાલમાં જ આ અભિનેત્રીએ એક મીડિયા પોર્ટલને ઈન્ટરવ્યુ આપ્યો જેમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

બધા જાણે છે કે રશ્મિ દેસાઈ આજે જે જગ્યાએ છે ત્યાં પહોંચવા માટે તેણે ખુબ મહેનત કરી છે. તે એવા કલાકારોમાં સામેલ છે જેમણે પોતાના દમ પર સફળતા અને શોહરત મેળવી છે. પરંતુ ગ્લેમર વર્લ્ડની ચમક ધમક પાછળ કેટલીક એવી કહાનીઓ પણ હોય છે જે આ દુનિયાની ખુબસુરતી પર કાળો ધબ્બો બને છે. આવો જ એક કાળો ધબ્બો છે કાસ્ટિંગ કાઉચ. જેમાંથી અનેક કલાકારોએ પસાર થવું પડે છે અને કેટલાક લોકો તો અભિનેતા કે અભિનેત્રી બનતા પહેલા જ દમ તોડે છે. હાલમાં જ એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં રશ્મિ દેસાઈએ પણ આ કડવા સત્ય અંગે જણાવ્યું જેને જાણીને તેના ચાહકોને ફરીથી એકવાર શોકની સાથે ગર્વની લાગણી થશે. 

અભિનેત્રીએ જણાવ્યું કે 13 વર્ષ પહેલા તે એક એવી ઘટનામાંથી પસાર થઈ ચૂકી છે. પરંતુ તેણે હિંમતથી તેનો સામનો કર્યો હતો. તેણે કહ્યું કે તે વખતે તેની ઉંમર માત્ર 16 વર્ષ હતી. ઉતરન સ્ટારે કહ્યું કે "તે વ્યક્તિનું નામ સૂરજ હતું. મને નથી ખબર  કે તે હાલ ક્યાં છે. તેણે મારા સ્ટેટિસ્ટિક (શરીરના માપ) અંગે પૂછ્યું અને તે વખતે મને ખબર નહતી કે તેનો અર્થ શું થાય છે. મેં કહ્યું કે મને ખબર નથી. તે મારા જીવનનો પહેલો વ્યક્તિ હતો જેણે મારું શોષણ કરવાની કોશિશ કરી." 

જુઓ LIVE TV

ત્યારબાદ તેણે કહ્યું કે "ત્યાં કોઈ કેમેરો નહતો અને તેણે મારા ડ્રિંકમાં કઈંક ભેળવીને મને બેહોશ કરવાની પૂરી કોશિશ કરી. હું સતત કહેતી રહી કે હું આમ કરવા નથી માંગતી. તે યેનકેન પ્રકારે મારા મગજ પર કાબુ કરવા માંગતો હતો. હું મુશ્કેલીથી પીછો છોડાવીને ત્યાંથી લગભગ બે અઢી કલાક બાદ બહાર નીકળી અને મારી માતાને બધુ જણાવી દીધુ. ત્યારબાદ અમે બીજા દિવસે ફરીથી મળ્યાં અને મારી માતાએ તેને જોરદાર થપ્પડ મારી દીધી."

રશ્મિ દેસાઈના આ ખુલાસા બાદ એકવાર ફરીથી કાસ્ટિંગ કાઉચની કડવી સચ્ચાઈ સામે આવી છે. પરંતુ આમ છતાં રશ્મિએ અનેક પરેશાનીઓને પછાડીને ઈન્ડસ્ટ્રીમાં ખુબ નામના મેળવી અને બિગ બોસ 13ની ફિનાલેમાં પણ તે સેકન્ડ રનર અપ બની હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news