1983ના વિશ્વકપ પર બનેલી ફિલ્મની રીલિઝ ડેટમાં ફેરફાર, હવે આ દિવસે રણવીર ઉઠાવશે વિશ્વકપ

ભારતના 1983માં જીતેલા વિશ્વકપની સ્ટોરી પર આધારિક રણવીર સિંહની ફિલ્મ '83' 30 ઓગસ્ટ 2019ના રીલિઝ થશે. ફિલ્મ નિર્માતાઓએ રવિવારે આ જાહેરાત કરી હતી. 

 1983ના વિશ્વકપ પર બનેલી ફિલ્મની રીલિઝ ડેટમાં ફેરફાર, હવે આ દિવસે રણવીર ઉઠાવશે વિશ્વકપ

નવી દિલ્હીઃ ભારતના 1983માં ક્રિકેટ વિશ્વકપ જીતવાની કહાની પર આધારિત રણવીર સિંહની ફિલ્મ 83 30 ઓગસ્ટ 2019ના રીલિઝ થશે. ફિલ્મ નિર્માતાઓએ રવિવારે આની જાહેરાત કરી હતી. રિલાયન્સ એન્ટરેટેઈનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ આ ફિલ્મનું નિર્માણ વિર્બી મીડિયા તથા કબીર ખાન મળીને કરી રહ્યાં છે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ટ્વીટ કર્યું, તમારા કેલેન્ડર પર નિશાન કરી લેજો, 83 30 ઓગસ્ટ 2019ના રીલિઝ થશે. તેને ડાયરેક્ટ કબીર ખાન કરશે. 

રણવીર સિંહ આ ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે કે કઈ રીતે નવા કેપ્ટન કપિલ દેવની આગેવાનીમાં ભારતે વિન્ડીઝને હરાવીને વિશ્વકપ જીત્યો. આ પહેલા નિર્માતાઓ એપ્રિલ 2019માં રીલિઝ કરવાનું વિચારી રહ્યા હતા. 

આ પહેલા ફિલ્મનું નામ નક્કી કર્યા વગર ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરવામાં આવી હતી અને એપ્રિલ 2019માં રીલિઝ કરવાનું નક્કી કરવાાં આવ્યું હતું. જેની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. આ ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. પ્રથમવાર એવું બનશે કે કબીર ખાન અને રણવીર સિંહ એકસાથે કામ કરશે. 

કબીર ખાને શરૂઆતમાં જ એક નિવેદન આપ્યું હતું, 1983માં એક યુવાના રૂપમાં જ્યારે મેં ભારતને વિશ્વકપ જીતતા જોયું, ત્યારે મને ખબર ન હતી કે ભારતીય ટીમની તસ્વીર બદલાઈ જશે. એક ડાયરેક્ટરના રૂપમાં મેં અત્યાર સુધી સારી સ્ટોરી પર કામ કર્યું છે, આ તેમાની એક છે. કબીરે કહ્યું, તે સારી વાત છે કે રણવીર કપિલની ભૂમિકા નિભાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news