BSF જવાનનો આક્રોશ- હવે સરહદ પર નહીં પણ પરિવાર માટે ઉઠાવીશ હથિયાર, Video થયો વાઇરલ

 BSFના જવાને વડાપ્રધાન તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પાસે ન્યાયની માગણી કરી છે

BSF જવાનનો આક્રોશ- હવે સરહદ પર નહીં પણ પરિવાર માટે ઉઠાવીશ હથિયાર, Video થયો વાઇરલ

નવી દિલ્હી : BSFનો એક જવાન પાન સિંહ તોમરના રસ્તે ચાલવા મજબૂર છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેસાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે ન્યાય માગ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં અજય સિંહ નામનો બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)નો જવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જો મને ન્યાય નહીં મળે તો હું દેશની સુરક્ષાના બદલે મારા ઘરની સુરક્ષા માટે હથિયાર ઉઠાવી લઈશ. થાના ગંગોહના ગામ તાતારપુરના આ બીએસએફ જવાને પોલીસના રવૈયાથી ત્રસ્ત થઈને વીડિયોમાં કહ્યું છે કે મને મજબૂર ન કરો. મેં સરહદની રક્ષા માટે હથિયાર ઉઠાવ્યા છે પણ હવે હું પરિવારની રક્ષા માટે હથિયાર ઉઠાવીશ અને મારા આ કામની જવાબદારી પોલીસની હશે. 

પાન સિંહ તોમરના રસ્તા પર BSF જવાન
અભિનેતા ઇરફાન ખાનની 2013માં આવેલી ફિલ્મ પાન સિંહ તોમરમાં પોલીસના રવૈયાથી ત્રસ્ત થઈને ફૌજી પાન સિંહ તોમર ડાકુ બની ગયો હતો. હવે અજય સિંહ આ રસ્તા પર જ છે. વડાપ્રધાનને સંબોધિત કરીને પોસ્ટ કરેલા આ વીડિયોમાં અજય સિંહે આરોપ મૂક્યો છે કે સહારનપુર પોલીસે તેના પરિવારને બર્બાદ કરી નાખ્યો છે. 

શું છે મામલો?
અજયના પિતા સરદારા સિંહના નામ પર ગાંવ તાતારપુરમાં જમીનનો પટ્ટો છે. આ પટ્ટેની જમીન પર તે ખેતી કરે છે. આરોપ છે કે 5 જાન્યુઆરીએ બીએસએફના જવાન અજય કુમારના પિતા સરદારા સિંહ, ભાઈ પ્રમોદ કુમાર અને બીજા પરિવારજનો સાથે પોલીસે અભદ્રતા આચરીને મુકદ્દમો દાખલ કરી દીધો  હતો તેમજ જવાનના પિતા અને ભાઈને જેલમાં નાખી દીધા હતા. આ મામલાએ વેગ પકડતા પોલીસ અધિકારી એનાથી અંતર જાળવી રહ્યા છે. એસએસપી બબલુ કુમારનું કહેવું છે કે તેમને જવાનનો કોઈ વીડિયો નથી મળ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news