મેરે પાસ માં હૈ... જેવો દમદાર ડાયલોગ નહી સંભળાય : શશિ કપૂરનું નિધન
શશિ કપૂરે લાંબી માંદગી બાદ 79 વર્ષની ઉંમરે કોકિલાબેન અંબાણી હોસ્પિટમલાં અંતિમ શ્વાસ લીધા
Trending Photos
મુંબઇ : હિન્દી ફિલ્મોનાં લોકપ્રિય અભિનેતા શશિ કપૂરનું સોમવારે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. તેઓ 79 વર્ષનાં હતા. તેમણે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. પોતાનાં સમયમાં ઇન્ડસ્ટ્રીનાં સૌથી વ્યસ્ત અભિનેતાઓ પૈકીનાં એક શશિ કપૂરનો જન્મ 18 માર્ચ, 1938નાં દિવસે થયો હતો. વર્ષ 2011માં તેમને ભારત સરકારે પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજ્યા હતા.2014માં તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
પૃથ્વીરાજ કપૂરનાં સૌથી નાના પુત્ર શશિ કપૂરનાં પૃથ્વી થિયેટરનાં નાટક શકુંતલાથી પોતાનાં કેરિયરની શરૂઆત કરી હતી. રાજ કપૂરની પહેલી ફિલ્મ "આગ" અને ત્રીજી ફિલ્મ આવારામાં શશિએ પોતાનાં મોટા ભાઇ રાજ કપૂરનાં બાળપણની ભુમિકાઓ નિભાવી હતી. યશ ચોપડાએ ફિલ્મ ધર્મ પુત્ર દ્વારા શશિને ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરાવી હતી. શશિ કપૂરે પોતાનાં કેરિયરમાં 160થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
ધર્મપુત્ર બાદ શશિએ ચારદિવારી અને પ્રેમપત્ર જેવી અસફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેમની મહેંદી લગી મેરે હાથ, મહોબ્બત ઇસકો કહેતે હૈ, નીંદ હમારી ખ્વાબ તુમ્હારે, જુઆરી, કન્યાદાન, હસીના માન જાયેગી, જેવી ઘણી ફિલ્મો આવી હતી. જો તે તમામ ફિલ્મો નિષ્ફળ રહી હતી.
જબ જબ ફુલ ખીલે ફિલ્મ દ્વારા શશિની સફળતાની શરૂઆત થઇ હતી. આ ફિલ્મ ગોલ્ડન જ્યુબીલી રહી હતી. શશિ એક એવા અભિનેતા હતા જેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રિટિશ અને અમેરિકી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ધ હાઉસહોલ્ડર, શેક્સપિયરવાલા, બોમ્બે ટોકીઝ તથા હિડ એન્ડ ડસ્ટ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે