BREAKUP...ટેલિવિઝનનું સુપરહોટ કપલ થઈ ગયું અલગ!
તેમના સંબંધો જગજાહેર છે અને હવે તેમની રિલેશનશીપ વિશે મોટા સમાચાર આવ્યા છે
Trending Photos
મુંબઈ : ટીવીનું એક સમયનું લોકપ્રિય સેલિબ્રિટી કપલ ક્રિસ્ટલ ડિસુઝા અને કરણ ટેકર હાલમાં ભારે ચર્ચામાં છે. તેમના સંબંધો જગજાહેર છે અને હવે તેમની રિલેશનશીપ વિશે મોટા સમાચાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ક્રિસ્ટલ અને કરણે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે આ હોટ કપલ વચ્ચે બધું બરાબર નથી. ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરવાની તેમની હરકત જોઈને અહેસાસ થાય છે તેમણે એકબીજાથી અલગ થવાનો પાક્કો નિર્ણય લઈ લીધો છે.
હાલમાં ક્રિસ્ટલે બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મને નથી લાગતું કે દરેક સંબંધની વ્યાખ્યા કરવાની જરૂર હોય. કરણ મને પ્રેરણા આપે છે અને હું તેના પર ભરોસો મૂકી શકું છું. અમારા વચ્ચે શું સમીકરણ છે એ વિશે અમે બંને સ્પષ્ટ છીએ. આટલી સ્પષ્ટતા પૂરતી છે.’
નોંધનીય છે કે ટેલવિઝનનું મોસ્ટ લવિંગ કપલ મોહિત રૈના તેમજ મૌની રોયે પણ થોડા દિવસ પહેલાં એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ બંનેએ પણ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હતા. મૌનીએ તો રોહિત સાથેની તેની તમામ તસવીર પણ ડિલિટ કરી નાખી હતી. મુંબઈ મિરરને આપેલા ઇન્ટરવ્યૂમાં મૌનીએ તેમના બ્રેક-અપની વાત સ્વીકારી લીધી હતી અને કહ્યું હતું કે હું લાંબા સમયથી એકલી છું તેમજ મોહિત અને હું મિત્રો પણ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે