સલમાનના મનમાં એશ માટે ભારોભાર કડવાશ! આ તસવીર છે પુરાવો

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર શનિવારના રોજ લોન્ચ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં બે નવા ચહેરા જોવા મળશે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મ થકી તેમની ભાણી શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીને લોન્ચ કરી રહ્યા છે.

સલમાનના મનમાં એશ માટે ભારોભાર કડવાશ! આ તસવીર છે પુરાવો

મુંબઇ : ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર શનિવારના રોજ લોન્ચ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં બે નવા ચહેરા જોવા મળશે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મ થકી તેમની ભાણી શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીને લોન્ચ કરી રહ્યા છે. આ ટ્રેલરમાં બંનેની કેમિસ્ટી ઉપરાંત બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ શાનદાર છે. આ ફિલ્મ 28 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ પ્રસંગે એક્ટર સલમાન ખાને પણ એક્ટ્રેસ શર્મિનનો બાળપણનો એક ફોટો શેર કર્યો છે.

સલમાન ખાને શર્મિનનો બાળપણનો એક ફોટો શેર કર્યો છે પરંતુ આ ફોટોમાં લોકોનું ધ્યાન શર્મિન કરતા ઐશ્વર્યાએ વધારે ધ્યાન ખેંચ્યું છે. આ ફોટોમાં સલમાન ખાને ઐશ્વર્યા રાયને ક્રોપ કરી છે. આ ફોટો ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગ વખતનો છે. આ ફોટોમાં શર્મિન સલમાનની સાથે તેના અંકલ સંજય લીલા ભણસાલીને કેક ખવડાવી રહી છે. આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે તે આ ફિલ્મના ગીત ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગ દરમિયાનનો છે. આ ફોટોમાં પાછળ ઊભેલી વ્યક્તિ ઐશ્વર્યા રાય છે. આ ફોટોને ક્રોપ કરીને શેર કરવામાં આવ્યો છે. આ જોઈને લાગે છે કે સલમાન વર્ષો પછી પણ ઐશ્વર્યાથી અપસેટ છે અને તેની સાથે એક ફ્રેમમાં દેખાવા નથી માગતો. નોંધનીય છે કે સલમાન અને ઐશ્વર્યાનું પ્રેમપ્રકરણ હમ દિલ દે ચૂકે સનમના સેટ પર જ શરૂ થયો હતો જેનો ભારે કડવાશપૂર્વક અંત આવ્યો હતો.

— Salman Khan (@BeingSalmanKhan) May 18, 2019

શર્મિન રિયલ લાઇફમાં સંજય લીલા ભણસાલીની બહેન બેલા ભણસાલી સહગલની દીકરી છે. બેલા સહગલે 2012માં આવેલી ‘શીરીન ફરહાદ કી તો નિકલ પડી’ને ડિરેક્ટ કરી હતી. પહેલાં ચર્ચા હતી કે મલાલમાં શ્રીદેવી અને બોની કપૂરની દીકરી ખુશી કપૂર ચમકવાની છે પણ આ તક પછી શર્મિનના ફાળે ગઈ હતી. શર્મિને આ પ્રોડક્શન હાઉસ સાથે ટોટલ ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ કર્યો છે. બોલિવૂડમાં એન્ટ્રી મુદ્દે એક ઇન્ટરવ્યૂમાં શર્મિને કહ્યું હતું કે ‘મેં જ્યારે એક કલાકાર બનવાનું નક્કી કર્યું હતું ત્યારે હું એ વાતથી જ ખૂબ ઉત્સાહિત થઈ ઊઠી હતી કે હવે હું ઇમોશન્સ અને એક્સપિરિયન્સને ફીલ કરી શકીશ. આવો અનુભવ મને દરરોજ નથી મળવાનો. હું ખુશ છું કે આ ફિલ્મ દ્વારા મને લોન્ચ કરવામાં આવી. આ થોડું અઘરું છે, પણ મને એક સારો અનુભવ મળશે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news