21 વર્ષ પછી માધુરી દીક્ષિત અને સંજય દત્ત ફરી સાથે! કરણ જોહરની જાહેરાત
સંજય દત્ત અને માધુરી દીક્ષિતની લવ સ્ટોરી 90ના દાયકામાં બોલિવૂડમાં ખાસ્સી ચર્ચામાં હતી
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રર સંજય દત્ત અને માધુરી દીક્ષિત 21 વર્ષ પછી ફિલ્મના પડદા પર સાથે જોવા મળશે અને આ ફિલ્મ બનાવી રહ્યો છે કરણ જોહર. પ્રોડ્યુસર કરણ જોહર અને ડિરેક્ટર અભિષેક વર્મનની આ ફિલ્મનું નામ છે 'કલંક'. આ ફિલ્મમાં માધુરી અને સંજયની સાથેસાથે વરુણ ધવન અને આલિયા ભટ્ટ તેમજ આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહાની જોડી પણ જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે 19 એપ્રિલના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.
Proud & excited to announce our EPIC DRAMA #KALANK
Releasing April 19th, 2019
Directed by Abhishek Varman
Starring @MadhuriDixit @sonakshisinha @aliaa08 @Varun_dvn #AdityaRoyKapur & @duttsanjay!@apoorvamehta18 @dharmamovies @foxstarhindi @ngemovies #Sajid pic.twitter.com/FceIcgHzt6
— Karan Johar (@karanjohar) April 18, 2018
આ ફિલ્મને કરણ જોહર ઉપરાંત નિર્માતા સાજિદ નડિયાદવાલા અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ મળીને પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ રહ્યું છે. અભિષેકે આ ફિલ્મમાં સંજય દત્તની સાથે શ્રીદેવીને કાસ્ટ કરી હતી, પરંતુ અચાનક શ્રીદેવીના અવસાનથી માધુરીને ફાઈનલ કરવામાં આવી છે.
સંજય દત્ત અને માધુરી દીક્ષિતની લવ સ્ટોરી 90ના દાયકામાં બોલિવૂડમાં ખાસ્સી ચર્ચામાં હતી. રીલ લાઈફમાં હીટ નિવડેલી આ જોડી રિયલ લાઈફમાં સફળ થઈ નહીં તે અલગ વાત છે. પણ તાજેતરમાં યાસિર અહેમદે સંજય દત્ત વિશે લખેલા પુસ્તકમાં તેમની લવસ્ટોરીનો ઉલ્લેખ કરાયો છે. યાસિરે તેના પુસ્તક ‘સંજય દત્ત : ધ ક્રેઝી અનટોલ્ડ લવસ્ટોરી ઓફ બોલિવૂડ બેડ બોય’માં સંજય-માધુરીના અફેરનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકમાં લખ્યું છે કે સંજયની પત્ની રિચા સુધી પણ આ અફેરની વાત પહોંચી હતી. રિચા ન્યૂયોર્કમાં હતી ત્યારે તેને આ વાત મળી હતી. રિચા ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી હતી. રિચાના પરિવારજનોએ કહ્યું કે રિચાને એમ હતું કે તે સાજી થઈ જશે પછી પતિ સંજુ અને પુત્રી સાથે સારી રીતે જીવન વિતાવશે. પણ તેનું આ સપનું ચકનાચૂર થઈ ગયું. તેના આઘાત વચ્ચે સંજય દત્તે 1993માં તેને છુટાછેડા આપવા માટે અરજી કરી નાખી હતી. આ દરમિયાન રિચાની કેન્સરની બીમારીએ ફરી ઉથલો માર્યો અને તેનું મોત થયું. બીજી તરફ સંજયને તેના ગુના માટે જેલમાં જવું પડ્યું. માધુરીએ પણ સંજય જેલમાં જતા તેનાથી અંતર વધારી દીધું અને એ રીતે આ લવ-સ્ટોરીનો અંત આવી ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે