Simi Garewal: 75 વર્ષની ઉંમરે પણ આજની અભિનેત્રીઓને શરમાવે તેવી બ્યૂટી, જામનગરના રાજવી સાથે હતો 'પ્રેમસંબંધ'!

Simi Garewal Life Facts: વાત આજે એક એવી અભિનેત્રીની કરીએ જેણે દેશના ચર્ચિત પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને લેજેન્ડ્રી ફિલ્મમેકર અને અભિનેતા રાજ કપુર પર ડોક્યુમેન્ટરી બનાવી હતી. ખુબ જ ભણેલી ગણેલી આ અભિનેત્રીનું નામ સિમી ગરેવાલ છે. અત્રે જણાવવાનું કે સિમીએ આમ તો અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેને ખરા અર્થમાં સફળતા ચર્ચિત ટોક શો રોન્દેવું વિથ સિમી ગરેવાલથી મળી હતી. આજે અમે તેમને સિમી ગરેવાલની લાઈફ અંગે કેટલીક એવી વાતો કરીશું તે કદાચ તમે ન જાણી હોય.

Simi Garewal: 75 વર્ષની ઉંમરે પણ આજની અભિનેત્રીઓને શરમાવે તેવી બ્યૂટી, જામનગરના રાજવી સાથે હતો 'પ્રેમસંબંધ'!

Simi Garewal Life Facts: વાત આજે એક એવી અભિનેત્રીની કરીએ જેણે દેશના ચર્ચિત પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને લેજેન્ડ્રી ફિલ્મમેકર અને અભિનેતા રાજ કપુર પર ડોક્યુમેન્ટરી બનાવી હતી. ખુબ જ ભણેલી ગણેલી આ અભિનેત્રીનું નામ સિમી ગરેવાલ છે. અત્રે જણાવવાનું કે સિમીએ આમ તો અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેને ખરા અર્થમાં સફળતા ચર્ચિત ટોક શો રોન્દેવું વિથ સિમી ગરેવાલથી મળી હતી. આજે અમે તેમને સિમી ગરેવાલની લાઈફ અંગે કેટલીક એવી વાતો કરીશું તે કદાચ તમે ન જાણી હોય. સિમીનો જન્મ 19 ઓક્ટોબર 1947ના રોજ થયો હતો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સિમી  બાળપણથી જ ભણવામાં હોશિયાર હતી. આ સાથે જ અભિનય તરફ તેનો ઝૂકાવ બાળપણથી હતો. 

સિમી ગરેવાલ આજકાલ ભલે સ્ક્રિન પર જોવા નથી મળતી પરંતુ આમ છતાં સોશિયલ મીડિયા પર તેની તગડી ફેનફોલોઈંગ છે. સિમીની સાદગી, ડિસન્સી તેને અન્ય કરતા અલગ બનાવે છે. વર્ષો બાદ સિમી રિયાલિટી શો બિગ બોસમાં પોતાનું કમબેક કરવા જઈ રહી છે. અપકમિંગ એપિસોડમાં વર્ષો બાદ સિમી Rendezvous With Simi Garewal હોસ્ટ કરશે. સિમીને બિગ બોસના પ્લેટફોર્મ પર સ્પર્ધકો સાથે સવાલ જવાબ કરતા જોવા માટે ફેન્સ સુપર એક્સાઈટેડ છે. સિમી વિશે વાત કરીએ તો સિમી ફિલ્મો કરતા પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહી હતી. અભિનેત્રીને પ્રેમ તો થયો પરંતુ ત્યારેય મોહબ્બત મુકમ્મલ ન થઈ. સિમીએ લગ્ન પણ હતા પરંતુ તૂટી ગયા. 

જામનગરના રાજવી સાથેનો સંબંધ ચર્ચામાં રહ્યો
સિમી ગરેવાલનો જામનગરના રાજવી સાથેનો સંબંધ ચર્ચામાં રહ્યો હતો. 17 વર્ષની ઉંમરમાં સિમીને પહેલો પ્રેમ થયો હતો. સિમી તેમના પાડોશી જામનગરના રાજવીના પ્રેમમાં પડ્યા. ટીનએજમાં થયેલું તેમને આ પેશનેટ અફેર હતું. ત્રણ વર્ષ સુધી તેમનો સંબંધ ચાલ્યો હતો. સિમીએ 2013માં ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા કહ્યું હતું કે 17 વર્ષની ઉંમરે મારા પાડોશી- જામનગરના મહારાજાના પ્રેમમાં પડી. તેમણે મને પ્રાણીઓ, સ્પોર્ટ્સ, અને ફૂડની એક અદભૂત દુનિયા દેખાડી હતી. સિમીની કહેવા મુજબ પ્રેમ માટે સિમીએ ક્રેઝી વસ્તુઓ પણ કરી હતી. ધીરે ધીરે આ સંબંધ ઓબ્સેસિવ થતો ગયો અને બંનેનો સંબંધ ખરાબ થતો ગયો. મહારાજા સિમીને લઈને ખુબ પઝેસિવ થઈ ગયા હતા. અંતમાં આ સંબંધનો અંજામ બ્રેકઅપમાં પરિણમ્યો. 

Saif Ali Khan के पापा से होते-होते रह गई थी इस एक्ट्रेस शादी, जिंदगी में रह गई बस इस बात की कमी!

રતન ટાટા સાથે પણ નામ જોડાયું
સિમી ગરેવાલનું નામ જાણીતા  બિઝનેસમેન રતન ટાટા સાથે પણ જોડાયું હતું. બંનેનો સંબંધ ખુબસુરત હતો. એક ઈન્ટરવ્યુમાં સિમી ગરેવાલે રતન ટાટાના વખાણ કર્યા હતા. તેમને પરફેક્શનિસ્ટ, જેન્ટલમેન ગણાવ્યા હતા. સેન્સ ઓફ હ્યુમરના વખાણ કર્યા હતા. 

મંસૂર અલી ખાન સાથે પણ અફેર
સિમીનું અફેર પૂર્વ ક્રિકેટર મંસૂર અલી ખાન પટોડી સાથે પણ હતું. સિમીની આ લવસ્ટોરી અધૂરી રહી. એવા રિપોર્ટ્સ  છે કે શર્મિલા ટાગોરને મળ્યા બાદ મંસૂરે સિમી ગરેવાલ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. 

B'Day Special: Know 10 unheard interesting things of Simi Garewal | PHOTOS:  जब भूख हड़ताल पर बैठ गईं थीं Simi Garewal, पढ़ें उनसे जुड़ी 10 अनसुनी बातें  | Hindi News,

રવિ મોહન સાથે લગ્ન
1970માં સિમી ગરેવાલે બિઝનેસમેન રવિ મોહન સાથે લગ્ન કર્યા હતા. ત્યારે તેમની ઉંમર 27 વર્ષ હતી. લગ્ન અગાઉ 3 મહિના લોંગ ડિસ્ટન્સ કોર્ટશિપ પીરિયડમાં રહ્યા. બંનેનો આ લોંગ ડિસ્ટન્સ મેરેજ હતા. એક દાયકા સુધી આ લગ્ન ચાલ્યા. ત્યારબાદ એવો સમય આવ્યો કે તેમના લગ્નમાંથી પ્રેમ જતો રહ્યો અને 1979માં સિમીના તલાક થયા. તેમને કોઈ બાળક નથી. 

સિમી ગરેવાલ હાલ 75 વર્ષના છે અને આ ઉંમરે પણ બ્યૂટી એવી જ છે. તેઓ અત્યારે પણ યુવા જેવા જ લાગે છે. સિમીને જોઈને એવું લાગે કે જાણે ઉંમર થંભી ગઈ છે. તેમની ગ્રેસ અને બ્યુટી એવા જ છે. તેનો અર્થ એ કે તેઓ પોતાની ફિટનેસ અને ખુબસુરતીનો ખુબ ખ્યાલ રાખે છે. 

સિમીએ અનેક મોટી ફિલ્મો કરી છે. જેમાં દો બદન, સાથી, મેરા નામ જોકર, સિદ્ધાર્થ, કર્જ સામેલ છે. સેલિબ્રિટી ટોક શો Rendezvous With Simi Garewal સૌથી વધુ ફેમસ થયો. સિમીનું બાળપણ ઈંગ્લેન્ડમાં વીત્યું હતું. ટીનએજર અવસ્થામાં તે ભારત પાછા ફર્યા. 15 વર્ષની ઉંમરે સિમીએ અભિનયમાં ડેબ્યુ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news