સોનાક્ષી સિન્હાએ પોસ્ટ કર્યું યોગા VIDEO, ફેન્સ બોલ્યા- રામદેવ પણ આમ ન કરી શકે
બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. સોનાક્ષી પોતાના વીડિઓ અને ફોટો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
- સોનાક્ષીનો વીડિયો અત્યાર સુધી 9 લાખથી વધુ ફેન્સ જોઈ ચૂક્યા છે
- સોનાક્ષી વર્ષ 2018માં ઘણી અલગ ફિલ્મોમાં નજર આવશે
- સોનાક્ષી સિન્હા છેલ્લા ઘણા સમયથી વેટ ફિટ કરવામાં લાગી છે
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડની ઘણી અભિનેત્રી પોતાની ફિટનેસને બરકરાર રાખવા માટે યોગા પર વિશ્વાસ કરે છે. આ લિસ્ટમાં દબંગ ગર્લ સોનાક્ષીનું નામ પણ સામેલ છે. પોતાના વજનને લઈને ઘણી વખત લોકોની કોમેન્ટનો શિકાર થયેલી સોનાક્ષીને ફિટનેશની ઘણી ચિંતા છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સોનાક્ષી યોગા અને ફિટનેસ ટ્રેનિંગના ફોટો સાથે વીડિયો શેર કરે છે. હાલમાં સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક યોગાનો વીડિઓ શેર કર્યો છે તેને જોયા બાદ ઘણા સપોર્ટિવ કોમેન્ટ મળી રહી છે.
સોનાક્ષીએ સોમવારે પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે બેન્ડ સ્ટેન્ડ એટલે કે શીર્ષાસન કરતી નજરે પડે છે. સોનાક્ષીના આ વીડિઓને અત્યાર સુધી 9 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
દબંગ ગર્લના આ યોગા વીડિઓ પર એક ઇંસ્ટા યૂઝરે લખ્યું કે, આવું યોગાસન તો બાબા રામદેવ પણ નહીં કરી શકે, તો કેટલાકે સોનાક્ષીની આ મહેનતને તેનું ગ્રેટ વર્ક ગણાવ્યું છે. મહત્વનું છે કે સોનાક્ષી આ વર્ષે ત્રણ ફિલ્મોમાં વ્યસ્ત છે. જેમાં સલમાન ખાનની દબંગ 3, હૈપ્પી ફિર ભાગ જાયેગી અને યમલા પગલા ફિર સે સામેલ છે.
મુંબઈ બોમ્બે ટાઇમ્સ ફેસન વીકમાં સોનાક્ષી ડિઝાઇનર નંદિતા મહતાની માટે શો-સ્ટોપરના રૂપમાં જોવા મળી હતી. રેંપ પર વોકિંગ વિશે સોનાક્ષીએ કહ્યું કે, હવે તે ખૂબ સહજ થઈ ગઈ છે, કારણ કે આ એક આદતમાં સામેલ થઈ ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે