શ્રીદેવીની પહેલી પુણ્યતિથિ વખતે વાઇરલ થયો છે પતિ બોનીએ શેયર કરેલો આ Video

બોલિવૂડની સ્ટાર એક્ટ્રેસ શ્રીદેવીનું એક વર્ષ પહેલાં આકસ્મિક મૃત્યુ થઈ ગયું હતું

શ્રીદેવીની પહેલી પુણ્યતિથિ વખતે વાઇરલ થયો છે પતિ બોનીએ શેયર કરેલો આ Video

મુંબઈ : આવતી કાલે 24 ફેબ્રુઆરીએ એક્ટ્રેસ શ્રીદેવીની પહેલી પુણ્યતિથિ છે. આ વર્ષ શ્રીદેવીના પતિ બોની કપૂર અને દીકરીઓ ખુશી તેમજ જહાન્વી માટે બહુ કપરું સાબિત થયું છે. આ સંજોગોમાં સોશિયલ મીડિયામાં શ્રીદેવીનો એક વીડિયો વાઇરલ બન્યો છે. આ વીડિયો શ્રીદેવીના પતિ બોની કપૂરે 2018માં તેમની 22મી વેડિંગ એનિવર્સરીના દિવસે આ વીડિયો શેયર કર્યો હતો અને તરત વાઇરલ બની ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. 

— SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) 2 June 2018

આવતીકાલે શ્રીદેવીની પહેલી પુણ્યતિથિ છે. આ નિમિત્તે બોની કપૂર એક મહત્વનો નિર્ણય લીધો છે. તે પત્નીની યાદમાં શ્રીદેવીની ખૂબ જ પ્રિય સાડીની નીલામી કરવા જઈ રહ્યા છે. આ નીલામીમાંથી મળેલા પૈસા તે જરૂરિયાતમંદોને દાન કરી દેશે.

આ એક કોટા સાડી છે અને તેને ઓનલાઈન નીલામ કરવામાં આવશે. પારિસેરા નામની વેબસાઈટ પર આ સાડી ઉપલબ્ધ છે. ત્યાંથી બોલી લગાવીને કોઈપણ વ્યક્તિ આ સાડી ખરીદી શકશે. વેબસાઈટ પર લખ્યું છે કે શ્રીદેવીની આ છ યાર્ડની સાડી તેના સાઉથ ઈન્ડિયન હોવાની ઓળખ બની ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news