પોતાની કરિયરને અનોખી ઉંચાઈ આપવા માટે સલમાન ખાનનો માસ્ટરસ્ટ્રોક

બોલિવૂડમાં સલમાન ખાનની ગણતરી ટોચના સુપરસ્ટાર તરીકે થાય છે

પોતાની કરિયરને અનોખી ઉંચાઈ આપવા માટે સલમાન ખાનનો માસ્ટરસ્ટ્રોક

મુંબઈ : બોલિવૂડમાં સલમાન ખાનની ગણતરી ટોચના સુપરસ્ટાર તરીકે થાય છે. તેની છેલ્લી કેટલીક ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. હવે સલમાને પોતાની કરિયરને નવી ઉંચાઈ આપવા માટે માસ્ટરસ્ટ્રોક માર્યો છે. સલમાન તેની કરિયરમાં હમ દિલ દે ચૂકે સનમ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર સંજય લીલા ભણસાલી તેમજ તેને લોન્ચ કરનાર સૂરજ બડજાત્યા જેવા ટોચના ડિરેક્ટરોની સાથે ફરી કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. 

મળતી માહિતી પ્રમાણે ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘સાંવરિયા’ બાદ સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ફરી સાથે કામ કરવાની તક શોધી રહ્યા હતા. ભણસાલીએ એક લવ સ્ટોરી સિલેક્ટ કરી છે, જેના સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. 12 વર્ષ પહેલા સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીએ ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ત્યારબાદ ‘સાંવરિયા’માં સાથે કામ કર્યું હતું. જેમાં ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મમાં સલમાનની ઓપિઝિટમાં ઐશ્વર્યા રાય હતી. આ જોડીની સાથે સાથે ફિલ્મ પણ લોકોને ખાસ પસંદ આવી હતી.

આ સિવાય બોલિવૂડમાં એક્ટર સલમાન ખાન અને ડિરેક્ટર સૂરજ બડજાત્યાની ગણતરી સુપરહોટ જોડી તરીકે થાય છે. આ બંનેએ સાથે મળીને હમ આપ કે હૈં કોન, મૈંને પ્યાર કિયા, હમ સાથ સાથે હૈં અને પ્રેમ રતન ધન પાયો જેવી ચાર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે આ બંને સાથે મળીને આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે. આ મામલે ફિલ્મમેકર સૂરજ બડજાત્યાએ મિડ-ડે સાથે વાત કરતા કહ્યું છે કે , "મેં આ ફિલ્મોનો આઇડિયા સલમાન સાથે ડિસ્કસ કર્યો છે. આ એક ફેમિલી ડ્રામા હશે જેમાં કોઈ એક્શન નહીં હોય. આ ફિલ્મમાં રાજશ્રી પ્રોડક્શનના તમામ તત્વો હશે. મારી ફિલ્મની સ્ક્રિપ્ટ જ્યારે પણ તૈયાર હશે ત્યારે સલમાન મારી સાથે હશે એવી તેણે ખાતરી આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news