કુશલ પંજાબી પછી આ એક્ટ્રેસે કરી આત્મહત્યા, આમિર ખાન સાથે કરી ચુકી હતી કામ 

ટીવી શો અને વિજ્ઞાપન સિવાય તે વેબ સિરીઝમાં કામ કરતી જોવા મળી હતી જેનું નામ આઝાદ પરિંદે હતા

કુશલ પંજાબી પછી આ એક્ટ્રેસે કરી આત્મહત્યા, આમિર ખાન સાથે કરી ચુકી હતી કામ 

નવી દિલ્હી : ટીવી શો ''દિલ તો હેપ્પી હૈ જી''ની એક્ટ્રેસ સેજલ શર્મા (Sejal Sharma)એ શુક્રવારે આત્મહત્યા કરી લીધી છે. સેજલ મુંબઈના મીરા રોડ ખાતે રોયલ નેસ્ટ બિલ્ડિંગમાં રહેતી હતી. તેણે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન સાથે વિવો ફોનની જાહેરાતમાં કામ કર્યું હતું. ટીવી શો અને જાહેરાત સિવાય વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. સેજલે પોતાની કરિયરની શરૂઆત ટીવી શો દિલ તો હેપ્પી હૈ જીથી કરી હતી. 

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સેજલનો મૃતદેહ મુંબઈના મીરા રોડ ખાતે તેના ઘરે મળ્યો હતો. તેનો મૃતદેહ પંખા સાથે ઓઢણીના સહારે લટકતો હતો. સેજલ રાજસ્થાનના ઉદેપુરની રહેવાસી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે સેજલ પોતાના માતા-પિતાની ઇચ્છા વિરૂદ્ધ મુંબઈ આવી હતી અને તેણે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી છે. 

A post shared by Sejal Sharma (@i_sejalsharmaofficial) on

નોંધનીય છે ટીવી એક્ટર કુશલ પંજાબીની આત્મહત્યાને હજી એક મહિનો પુરો નથી થયો અને સેજલ શર્માના સુસાઇડના સમાચાર સામે આવ્યા છે. કુશલનું શબ પણ ઘરમાં લટકતું મળ્યું હતું. કુશલ પણ ડિપ્રેશનમાં હતો અને આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો. આર્થિક સમસ્યાને કારણે તેના અંગત જીવનમાં પણ સમસ્યા હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news