એક વર્ષની બેકારીથી કંટાળીને ટેલેન્ટેડ ADએ કરી આત્મહત્યા

ફિલ્મ અબ તક છપ્પનના અસિસ્ટન્ટ ડિરેક્ટર (AD) અને વ્યવસાયે ફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટર રવિશંકર આલોકે બુધવારે એક બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 

Updated: Jul 12, 2018, 11:56 AM IST
એક વર્ષની બેકારીથી કંટાળીને ટેલેન્ટેડ ADએ કરી આત્મહત્યા

મુંબઈ : ફિલ્મ અબ તક છપ્પનના અસિસ્ટન્ટ ડિરેક્ટર (AD) અને વ્યવસાયે ફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટર રવિશંકર આલોકે બુધવારે એક બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 

મળતી માહિતી પ્રમાણે રવિશંકર પાસે છેલ્લા એક વર્ષથી કોઈ કામ નહોતું અને તે ભાડાના ઘરમાં રહેતો હતો. તેના ભાઈએ માહિતી આપી છે કે રવિશંકર ડિપ્રેશનમાં હતો અને આના કારણે જ તેણે ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. તેની પાસેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.

ફિલ્મ અબ તક છપ્પન 2004માં આવી હતી. આ ફિલ્મમાં રવિશંકરે ડિરેક્ટર શિમિત અમિન સાથે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ બહુ લોકપ્રિય થઈ હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...