સુશાંતની પડોશીનો ખુલાસો, 13 જૂનની રાત્રે બંધ હતી રૂમની લાઇટ, આવું પહેલાં ક્યારેય બન્યું નથી
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ નવેસરથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં હવે સુશાંતના બાંદ્રા સ્થિત બિલ્ડિંગમાં રહેનાર તેમની એક પડોશી મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેથી સુશાંઅના મોતનું રહસ્ય વધુ ગાઢ બની ગયું છે.
Trending Photos
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ નવેસરથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં હવે સુશાંતના બાંદ્રા સ્થિત બિલ્ડિંગમાં રહેનાર તેમની એક પડોશી મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેથી સુશાંઅના મોતનું રહસ્ય વધુ ગાઢ બની ગયું છે.
સુશાંત કેસમાં પડોશીનું મોટું નિવેદન
સુશાંતની બિલ્ડીંગમાં રહેનાર મહિલાએ જણાવ્યું કે 13 જૂનના રોજ રાત્રે સુશાંતના રૂમની લાઇટ બંધ હતી. ફક્ત કિચનની લાઇટ ચાલું હતી. પહેલાં ક્યારેય આવું થતું ન હતું કે આ રીતે લાઇટ બંધ હોય. મોટાભાગે સવારે 4 વાગ્યા સુધી સુશાંતના રૂમની લાઇટ ચાલુ રહેતી હતી. પરંતુ તે દિવસે રાત્રે 10:30 વાગે જ લાઇટ બંધ થઇ ગઇ હતી. 13 જૂના રોજ રાત્રે સુશાંત સિંહ રાજપૂતના ઘર પર કોઇ પાર્ટી ન હતી. મહિલાએ તે દિવસે કંઇક ને કંઇક ખોટું થવાનો અંદેશો પણ વ્યક્ત કર્યો છે.
હવે પડોશી મહિલાના નિવેદને સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. મહિલાના નિવેદન પર ખરેખર જ હવે સીબીઆઇની ટીમ તપાસ કરશે. મહિલાના નિવેદન બાદ સુશાંતના રૂમનું રહસ્ય વધુ ગાઢ બની ગયું છે.
બીજી તરફ સુશાંત કેસમાં સીબીઆઇ પોતાની તપાસ તેજ કરી દીધી છે. સુશાંતના બાંદ્રા સ્થિત ફ્લેટ પર સીબીઆઇની ટીમ હાજર છે. લગભગ 12 ફોરેન્સિક એક્સપર્ટ, 6-8 સીબીઆઇ ઓફિસર મોતાના દિવસને રીક્રિએટ કરવા માટે પહોંચ્યા છે. આ પુરી પ્રક્રિયાનો વીડિયો પણ બનાવવામાં આવી રહ્યો છે. સીન રીક્રિએશન માટે ડમીનો ઉપયોગ કરવામાં આવશે. સીબીઆઇ અને ફોરેન્સિક ટીમ સાથે સુશાંતના કુક નીરજ અને મિત્ર સિદ્ધાર્થ પિઠાની પણ હાજર છે. બંને સીબીઆઇને જણાવશે કે તે દિવસે શું અને કેવી રીતે થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે