તારાઓ સાથે વાત કરતો હતો સુશાંત, મોત બાદ અધુરા રહી ગયા સપના, શેર કર્યું હતું લિસ્ટ

સુશાંત સિંહ રાજપૂત એક મહત્વકાંક્ષી કલાકાર હતો. તેને સારી ફિલ્મો કરવાનો તો શોખ હતો, આ સિવાય મોટા-મોટા સપના પણ જોતો હતો. એક્ટરે સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે પોતાના તે સપના શેર કર્યા હતા. 
 

 તારાઓ સાથે વાત કરતો હતો સુશાંત, મોત બાદ અધુરા રહી ગયા સપના, શેર કર્યું હતું લિસ્ટ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર જેટલા શોકિંગ છે, તેના પર વિશ્વાસ કરવો વધુ મુશ્કેલ થઈ રહ્યો છે. બોલીવુડે આમ અચાનક એક ચમકતો સિતારો ગુમાવી દીધો છે. સુશાંત સિંહના નિધનથી બોલીવુડ શોકમાં છે. દરેક સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યાં છે. 

સુશાંત સિંહ રાજપૂત એક મહત્વકાંક્ષી કલાકાર હતો. તેને સારી ફિલ્મો કરવાનો તો શોખ હતો, આ સિવાય મોટા-મોટા સપના પણ જોતો હતો. એક્ટરે સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે પોતાના તે સપના શેર કર્યા હતા. એક્ટરના એવા સપના હતા જેને જાણી ફેન્સ પણ તેની પ્રશંસા કરતા થાકતા નહતા. 

સુશાંત સિંહ રાજપૂતે 10 દિવસ પહેલા માતાના નામે લખી હતી છેલ્લી પોસ્ટ

સુશાંતના મોટા સપના
સુશાંત સિંહે જણાવ્યુ હતુ કે, તેને પ્લેન ઉડાવવાથી લઈને, નેત્રહીન લોકોને કમ્પ્યૂટર કોડિંગ શીખવાડવું હતું. આ સિવાય સુશાંતને ગાડીઓનો પણ શોખ ગતો. તે લૈંબોર્ગિની ખરીદવા ઈચ્છતો હતો. સુશાંત એક સારો અભિનેતા સિવાય સંવેદનશીલ વ્યક્તિ પણ હતો. તે પર્યાવરણ માટે પણ યોગદાન આપવા ઈચ્છતો હતો અને 1000 ઝાડ વાવવાની તૈયારી કરી રહ્યો હતો. તેના આ લિસ્ટમાં સ્વામી વિવેકાનંદ પર ડોક્યૂમેન્ટ્રી, સિમેટિક્સ પર પ્રયોગ, ટ્રેનથી યૂરોપની યાત્રા, ડિફેન્સ ફોર્સ માટે સ્ટૂડન્ટને તૈયારી કરાવવી, મહિલાઓને આત્મસુરક્ષાની તાલીમ અને ક્રિયા યોગ શીખાડવા જેવી ગતિવિધિઓ પણ પોતાના આ સપનાના લિસ્ટમાં સામેલ હતી. 

સુશાંત સિંહ રાજપૂતે 10 દિવસ પહેલા માતાના નામે છેલ્લી પોસ્ટ લખી હતી. અભિનેતાને ક્રિકેટ પસંદ હતું. તેણે ખુદે જણાવ્યું હતું કે, તે ડાબા હાથથી ક્રિકેટ રમવાનું શીખવા ઈચ્ચતો હતો. પરંતુ હવે અભિનેતાના આ સપના અધુરા રહી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news