T-Series ના Co-Owner કૃષ્ણકુમારની દીકરીનું નિધન, 21 વર્ષની વયે કેન્સર સામે હારી જિંદગીની જંગ

T-Series Co-Owner Krishan Kumar Daughter Death: ટી સિરીઝના માલિક ભૂષણકુમારની પિતરાઈ બહેન અને કોઓનર અને અભિનેતા રહી ચૂકેલા કૃષ્ણકુમારની પુત્રી તિશાનું નિધન થયું છે. તિશા માત્ર 21 વર્ષની હતી અને છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે જંગ લડી રહી હતી.

T-Series ના Co-Owner કૃષ્ણકુમારની દીકરીનું નિધન, 21 વર્ષની વયે કેન્સર સામે હારી જિંદગીની જંગ

ટી સિરીઝના કોઓનર અને અભિનેતા રહી ચૂકેલા કૃષ્ણકુમારના પરિવારથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કૃષ્ણકુમારની પુત્રી તિશાનું નિધન થયું છે. તિશા માત્ર 21 વર્ષની હતી અને છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે જંગ લડી રહી હતી. તિશાના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો તિશાને કેન્સરની સારવાર માટે મુંબઈથી જર્મની લઈ જવાઈ હતી. 

હાલતમાં સુધારો ન થયો
જો કે તિશાના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા મળ્યો નહીં. જેના કારણે ગુરુવારે 21 વર્ષની તિશા કેન્સર સામે જંગ હારી ગઈ. અત્રે જણાવવાનું કે કૃષ્ણકુમાર દિવંગત નિર્માતા અને ટીસિરીઝના સંસ્થાપક ગુલશનકુમારના નાના ભાઈ છે. કૃષ્ણકુમાર 90ના દાયકામાં ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમણે 1993માં આજા મેરી જાન ટાઈટલથી બનેલી ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં ડગ માંડ્યા હતા. 

અનેક ફિલ્મો કરી છે
1993માં તેમની ફિલ્મ કસમ તેરી  કસમ, અને શબનમ રિલીઝ થઈ હતી. ત્યારબાદ 1995માં બેવફા સનમ આવી હતી અને આ ફિલ્મથી કૃષ્ણકુમારને લોકપ્રિયતા મળી હતી. કૃષ્ણકુમાર છેલ્લે 2000માં રિલીઝ થયેલી ફિલ્મ પાપા ધી ગ્રેટમાં જોવા મળ્યા હતા. જો કે પછી તેઓ અભિનયથી દર્શકો પર જાદુ ચલાવી શક્યા નહીં. પરંતુ નિર્માતા તરીકે કૃષ્ણકુમારની કરિયર એકદમ હીટ રહી. 

પરિવાર  પર તૂટ્યો દુ:ખોનો પહાડ
તિશાના નિધનથી હવે સમગ્ર પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. નોંધનીય છે કે તિશા ભૂષણકુમારની પિતરાઈ થાય. હવે આ મુશ્કેલ ઘડીમાં પરિવારના તમામ સભ્યો એકબીજાને સંભાળવાની કોશિશ કરી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news