TMKOC: તારક મહેતા...ના 'સોઢી'ના આવા હાલ? ભગવાન કોઈને આવા દિવસ ન દેખાડે, જો આમ જ રહ્યું તો....

ગુરુચરણ સિંહ હાલ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ ગાયબ થઈ ગયા હતા અને હવે તેમણે જણાવ્યું કે તેમના પર ઘણી બધી લોન છે. એટલે સુધી કે તેઓ લોન જેમ તેમ કરીને ચૂકવી રહ્યા છે પરંતુ સતત કામની શોધમાં છે અને નિરાશા જ મળી રહી છે. 

TMKOC: તારક મહેતા...ના 'સોઢી'ના આવા હાલ? ભગવાન કોઈને આવા દિવસ ન દેખાડે, જો આમ જ રહ્યું તો....

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મજેદાર મિસ્ટર સોઢીનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થઈ જનારા ગુરુચરણ સિંહ હાલ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ ગાયબ થઈ ગયા હતા અને હવે તેમણે જણાવ્યું કે તેમના પર ઘણી બધી લોન છે. એટલે સુધી કે તેઓ લોન જેમ તેમ કરીને ચૂકવી રહ્યા છે પરંતુ સતત કામની શોધમાં છે અને નિરાશા જ મળી રહી છે. 

ગુરુચરણ સિંહે કહ્યું કે, તેઓ હાલ ફક્ત લિકવીડ ડાયેટ લઈ રહ્યા છે. સિદ્ધાર્થ કાનન સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે લોકો તેમને ખુબ પ્રેમ કરે છે અને તેઓ તેમને જોવા માંગે છે. "હું કામ કરવા માંગુ છું જેથી કરીને મારા ખર્ચા પોતે ભોગવી શકું અને મારા પેરેન્ટ્સને સપોર્ટ કરી શકુ." ગુરુચરણ સિંહે વધુમાં કહ્યું કે, "હું છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી મુંબઈમાં કામની શોધમાં છું. હું  ફરીથી કામ શરૂ કરીને મારી બીજી ઈનિંગની શરૂઆત કરવા માંગુ છું. મને પૈસા જોઈએ છીએ કારણ કે મારે ઈએમઆઈ પે કરવાના છે અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પણ કરવાના છે. મારે હજુ પણ પૈસા માંગવા પડે છે અને કેટલાક સારા લોકો છે જે મને પૈસા ઉધાર આપે છે." 

ખાતા નથી
ગુરુચરણ સિંહે વધુમાં કહ્યું કે તેઓ 34 દિવસથી લિક્વિડ ડાયેટ પર છે. અભિનેતાએ કહ્યું કે "મે 34 દિવસથી ખાવાનું પીવાનું છોડી દીધુ છે. હું લિક્વિડ ડાયેટ પર છું અને દૂધ, ચા અને નારિયેળનું પાણી પીવું છું. મે છેલ્લા 4 વર્ષથી ફક્ત નિષ્ફળતા જોઈ છે. હું અલગ અલગ ચીજો કરવાનો ટ્રાય કરુ છું. બિઝનેસ અને બીજુ પણ ઘણું કરવાની કોશિશ કરી પરંતુ બધામાં ફેઈલ ગયો. હવે હું થાકી ગયો છું અને કઈક કમાવવા ઈચ્છુ છું." 

1.2 કરોડનું થઈ ગયું છે દેવું
ગુરુચરણ સિંહે જણાવ્યું કે, તેમના પર બેંકો અને ક્રેડિટ  કાર્ડ કંપનીઓના 60 લાખ રૂપિયા બાકી છે અને 60 લાખ રૂપિયા એ લોકોના પણ બાકી છે જેમણે તેમને પૈસા ઉધાર આપ્યા છે. અભિનેતાએ કહ્યું કે "મારા પર ઘણું દેવું છે. મારે બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓને 60 લાખ રૂપિયા ચૂકવવાના છે. આ સિવાય મારા કેટલાક ઓળખીતાઓએ મને પૈસા ઉધાર આપ્યા છે તો તેમનું પણ કરજ ચૂકવવાનું છે. બધુ મળીને મારું દેવું લગભગ 1.2 કરોડ રૂપિયા છે." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news