એકદમ સંજય દત્ત જેવો લાગે છે રણબીર કપૂર, જુઓ 'સંજુ'નું મસ્ત Teaser

ફિલ્મમેકર રાજકુમાર હિરાણીની આ ફિલ્મમાં એક્ટર રણબીર કપૂર જોવા મળશે સંજય દત્ત તરીકે 

એકદમ સંજય દત્ત જેવો લાગે છે રણબીર કપૂર, જુઓ 'સંજુ'નું મસ્ત Teaser

નવી દિલ્હી : સંજય દત્તનું જીવન હવે મોટા પડદા પર જોવા મળશે. તેની પરથી બની રહેલી ફિલ્મ 'સંજુ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરની શરૂઆતમાં જ સંજય દત્ત બનેલો રણબીર કપૂર જેલમાંથી નીકળતો જોવા મળે છે. સંજય દત્તના જીવનમાં આમ તો ઘણાં વળાંક છે પણ રાજકુમાર હિરાણીએ આ ફિલ્મની વાર્તાને અનોખા અંદાજમાં રજૂ કરી છે જેની ઝલક ટીઝરમાં જોવા મળે છે. 

આ ટીઝ પહેલાં ચાહકોમાં ઉત્કંઠાનો વધારો કરવા ફિલ્મમેકર્સે 'સંજુ'નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું. ફિલ્મના પહેલા પોસ્ટરમાં રણબીર કપૂર ફિલ્મી સંજય દત્ત તરીકે જોવા મળે છે. 

આ ફિલ્મ 29 જુને રિલીઝ થવાની છે. વિધુ વિનોદ ચોપડા તેમજ રાજકુમાર હિરાણીના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મની વાર્તા તેમજ ડિરેક્શન બંનેની જવાબદારી રાજકુમાર હિરાણીએ લીધી છે. આ ટીઝ 80 સેકન્ડનું છે અને સ્ટાર નેટવર્કની તમામ ચેનલ્સ પર ટેલિકાસ્ટ થશે. આ ટીઝર આઇપીએલ દરમિયાન પણ દેખાડવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news