Tunisha Sharma Suicide Case: આપઘાત કરતા પહેલાં તુનિષાએ આ વ્યક્તિ સાથે કરી હતી લાંબી વાત, ચેટમાં થયો ખુલાસો

Tunisha Sharma આપઘાત કેસને લઈને પોલીસના હાથમાં નવી જાણકારી આવી છે. આ જાણકારી પ્રમાણે તુનિષાએ ફાંસી લગાવતા પહેલા એક વ્યક્તિ સાથે લાંબી ચેટ કરી હતી. 

Tunisha Sharma Suicide Case: આપઘાત કરતા પહેલાં તુનિષાએ આ વ્યક્તિ સાથે કરી હતી લાંબી વાત, ચેટમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ Tunisha Sharma Suicide: 20 વર્ષની તુનિષા શર્મા (Tunisha Sharma) ના મોતનું રહસ્ય ઉકેલવા માટે મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. આ દરમિયાન સતત આ આપઘાત કેસને લઈને કોઈને કોઈ શોકિંગ અપડેટ સામે આવી રહ્યાં છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે આત્મહત્યા કરતા પહેલા તુનિષા શર્માએ બોયફ્રેન્ડ શીઝાન ખાન સાથે કલાકો સુધી ચેટ કર્યું હતું. ત્યારબાદ તુનિષાએ ફાંસી લગાવી આપઘાત કરી લીધો. તેવામાં સવાલ ઉઠે છે કે બંને વચ્ચે ચેટમાં એવી શું વાત થઈ કે તુનિષાએ પોતાનું જીવન ખતમ કરવાનો નિર્ણય લઈ લીધો. 

મોત પહેલા તુનિષાએ શીઝાન સાથે કરી વાત
આ વચ્ચે પોલીસના હાથમાં આવેલા તુનિષાના એક ચેટથી મહત્વનો ખુલાસો થયો છે. અભિનેત્રીની ચેટથી જાણવા મળ્યું કે તે આત્મહત્યા કરતા પહેલા જે વ્યક્તિ સાથે છેલ્લી વાત કરી રહી હતી તે કોઈ અન્ય નહીં પરંતુ શીઝાન ખાન છે. તુનિષા અને શીઝાન વચ્ચે ચેટમાં લાંબી વાત થઈ. તેના થોડા સમય બાદ તુનિષા મેકઅપ રૂમમાં પહોંચી હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. 

પોલીસ કરી રહી છે શીઝાનની પૂછપરછ
શીઝાન તુનિષાના માતાની એફઆઈઆર બાદ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ સતત શીઝાનને તુનિષા સાથે છેલ્લા ચેટમાં શું વાત થઈ તેને લઈને સવાલ પૂછી રહી છે. સૂત્રો પ્રમાણે શીઝાન પૂછપરછમાં સહયોગ કરી રહ્યો નથી. જ્યારે પણ પોલીસે શીઝાનને અભિનેત્રી સાથે થયેલી છેલ્લી વાતચીત વિશે પૂછ્યું તો તે રડવા લાગ્યો અને સવાલના જવાબ આપવાથી બચી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શીઝાનનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તુનિષાને હોસ્પિટલ લઈ જતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં શીઝાનની સાથે ટીવી સીરિયલના બે અન્ય લોકો જોવા મળી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news