Tunisha Sharma Suicide Updates: શીઝાન ખાનના સંપર્કમાં આવ્યા બાદ તુનીષા પહેરવા લાગી હતી હિજાબ, મામાએ કર્યો દાવો

Tunisha Sharma Suicide Updates ટીવી અભિનેત્રી તુનીષા શર્માએ શનિવારે આત્મહત્યા કરી લીધી હતી. તે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચુકી છે. હવે એક ઈન્ટરવ્યૂમાં તેના માતાએ શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

Tunisha Sharma Suicide Updates: શીઝાન ખાનના સંપર્કમાં આવ્યા બાદ તુનીષા પહેરવા લાગી હતી હિજાબ, મામાએ કર્યો દાવો

નવી દિલ્હીઃ Tunisha Sharma Suicide Updates: તુનિષા શર્માએ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તેના બોયફ્રેન્ડ શીઝાન ખાન પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તુનીષા શર્માના મામાએ હવે એક નવો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તેમની ભાણી જ્યારથી શીઝાન ખાનના સંપર્કમાં આવી હતી, ત્યારથી હિજાબ પહેરવા લાગી હતી. 

તુનીષા શર્માએ શીઝાન ખાનના સંપર્કમાં આવતા હિજાબ પહેરવાનું શરૂ કરી દીધું
આ પહેલા મુંબઈ પોલીસે કોર્ટમાં શીઝાન ખાનના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી, ત્યારબાદ કોર્ટે બે દિવસના રિમાન્ડ વધારી દીધા છે. આ વચ્ચે તેમના માતાએ નવી જાણકારી આપી છે. તુનીષાના મામા પવન વર્માનું કહેવું છે કે પોલીસે કોર્ટમાં કહ્યું કે શીઝાન અન્ય મહિલાઓ સાથે પણ રિલેશનમાં છે. તો જ્યારથી તુનીષા શીઝાનના સંપર્કમાં આવી, ત્યારથી તેના વર્તનમાં ફેરફાર થયો અને તેણે હિજાબ પહેરવાનું શરૂ કરી દીધું હતું. 

jagran

jagran

શીઝાન ખાન વધુ બે દિવસ પોલીસ કસ્ટડીમાં
આ પહેલા વાલીવ પોલીસ સ્ટેશને અભિનેતા શીઝાન ખાનને વસઈ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે શીઝાનને વધુ બે દિવસ પલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. તુનીષાએ ટીવી શો અલીબાબા દાસ્તેને કબૂલના સેટ પર આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તેના બોયફ્રેન્ડ શીઝાન ખાનની પોલીસે ધરપકડ કરી હતી. પવન સિંહ એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું- પોલીસે આજે કોર્ટની સામે કહ્યું કે શીઝાન અન્ય મહિલાઓ સાથે રિલેશનમાં છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જ્યારથી તે શીઝાનના સંપર્કમાં આવી હતી, ત્યારથી તે હિજાબ પહેરવા લાગી હતી. 

શીઝાન ખાને સીક્રેટ ગર્લફ્રેન્ડની સાથે થયેલા ચેટને ડિલીટ કરી દીધા
તો પોલીસનું કહેવું છે કે શીઝાન અને તુનીષાએ 15 દિવસ પહેલા બ્રેકઅપ કરી લીધુ હતું. હવે પોલીસ બંને વોટ્સએપ ચેટની તપાસ કરી રહી છે. તેમણે ઘણા ચેટ રિકવર કરી લીધા છે, જે જૂનથી અત્યાર સુધીના છે. પોલીસ દરેક પાસા પર તપાસ કરી રહી છે. પોલીસે તે પણ કહ્યું કે વોટ્સએસને એક ઈમેલ કરવાની છે, જેથી ડિલીટ થયેલી ચેટ પણ રિકવર કરી શકાય. પોલીસનો આરોપ છે કે શીઝાને પોતાની એક સીક્રેટ ગર્લફ્રેન્ડની સાથે થયેલા ચેટને ડિલીટ કરી દીધા છે. પોલીસે સીક્રેટ ગર્લફ્રેન્ડની ઓળખ કરી લીધી છે અને જલદી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ વચ્ચે મંગળવારે તુનીષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે તેને અંતિમ વિદાય આપવા માટે બોલીવુડ અને ટીવીના કલાકાર તથા તેના પરિવારના ઘણા લોકો હાજર રહ્યાં હતા. તેમાં વિશાલ જેઠવા, અશનૂર કૌર, અવનીત કૌર અને શિવિન નારંગ સામેલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news