Tunisha sharma News

તુનિષાનો આત્મહત્યા પહેલાંનો વીડિયો આવ્યો સામે, પોલીસે કરી કો-સ્ટારની ધરપકડ
અલીબાબા સિરિયલની અભિનેત્રી તુનિષા શર્માએ ગઈકાલે સાંજે ટીવી શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર ટી બ્રેક દરમિયાન તુનિષા ટોયલેટમાં ગઇ અને ત્યાંથી મોડે સુધી નિકળી નહી, તો દરવાજો તોડવામાં આવ્યો. ત્યાં જોવા મળ્યું કે તુનિષાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરિક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તુનિષા શર્માની સુસાઇડ કરવાની જાણકારી મળી છે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. તપાસના આધારે પોલીસે અભિનેત્રીના કો-સ્ટારની ધરપકડ કરી લીધી છે. આજે તેને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવશે.
Dec 25,2022, 16:16 PM IST

Trending news