અમદાવાદીઓ આનંદો! 31 ડિસેમ્બરથી શરૂ થશે ફ્લાવર શો, જાણો કેટલા રૂપિયા રહેશે ફી?
અમદાવાદમાં 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી ફ્લાવાર શૉ યોજાશે. આ વર્ષે G20, U 20, યોગા, સ્પોર્ટ્સ, આયુર્વેદ, આઝાદીનો અમૃત મહોત્સવની થીમ ઉપર ફ્લાવાર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 10 લાખ જેટલાં છોડથી ફ્લાવાર શૉ યોજાશે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની સંભવિત ચોથી લહેરની આશંકા વચ્ચે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ફલાવર શો યોજાશે. અમદાવાદીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની ઉંમરના અને શાળાના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે, તો વયસ્ક મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 30 રૂપિયા રહેશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી ફ્લાવાર શૉ યોજાશે. આ વર્ષે G20, U 20, યોગા, સ્પોર્ટ્સ, આયુર્વેદ, આઝાદીનો અમૃત મહોત્સવની થીમ ઉપર ફ્લાવાર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 10 લાખ જેટલાં છોડથી ફ્લાવાર શૉ યોજાશે. ફ્લાવર શૉમાં ભીડ ભેગી ન થાય તે માટે ટિકિટ વિતરણ ઉપર વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ફલાવર શોમાં હેલ્થ વિભાગની પણ મદદ લઇ ટીમ તૈનાત કરવામાં આવશે. ફ્લાવર શૉ દરમિયાન અટલ બ્રિજ 2 વાગે બાદ મુલાકાતીઓ માટે બંધ રહેશે.
આ પણ વાંચો:
કોરોનાને ધ્યાનમાં લઇ AMC દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. અટલ બ્રિજ ઉપર 3000 લોકોને હાલ મંજૂરી છે, એવામાં અટલ બ્રિજ અને ફ્લાવાર શૉની એક સાથે ભીડ ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવાર શૉમાં આવવા માટે 25 જેટલા ટિકિટ કાઉન્ટર ઉભા કરવામાં આવશે. amc ની દરેક ઝોનલ ઓફિસે પણ ટિકિટ વ્યવસ્થા ચાલુ રહેશે. એક જગ્યાએ ટિકિટ માટે ભીડ ન થાય તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
ફ્લાવર શો સમયે બપોરે 2 વાગ્યા સુધી અટલબ્રિજ ચાલુ રહેશે. 14 દિવસ સાંજના સમયે અટલબ્રિજ બંધ રાખવામાં આવશે. ફલાવર શો પૂર્ણ થયા બાદ અટલબ્રિજ ફરી શરૂ કરાશે. ફ્લાવર શોની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખવામાં આવી છે. 40 થી 45 જેટલા ફ્લાવર્સના સ્કલ્પચર બનાવાયા છે. સાથે જ ફ્લાવર શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પહેલા ફ્લાવર શૉમાં 8 લાખ ટિકિટનું વિતરણ થયું હતું. આ વર્ષે 10 લાખ લોકોના આવવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ટિકિટના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. 12 વર્ષથી નાના બાળકોને મફત પ્રવેશ જયારે તેનાથી મોટી ઉંમરના લોકો માટે ટિકિટનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે.
વર્ષ 2013થી અમદાવાદમાં ફ્લાવર શૉનું આયોજન થાય છે. મહેંદીમાંથી ઓલમ્પિક ગેમ્સની જુદી જુદી રમતોના સંકલ્પચર્સ, G-20 થીમ આધારિત સ્કલપચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ અને જુદા જુદા સેલ્ફી પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર લવ ગેટ, ફ્લાવાર ફોલ પોટ, વાઈલ્ડ લાઈફ થીમ આધારિત જુદા જુદા સંકલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે