દિલીપ કુમારની અભિનેત્રીએ કર્યો ખુલાસો, '6 વર્ષ ઉંમરમાં થયો હતો બળાત્કાર...'
Trending Photos
નવી દિલ્હી: 1950ના દાયકામાં હિંદી સિનેમાની સૌથી પ્રસિદ્ધ ચાઇલ્ડ આર્ટિસ્ટ રહી ચૂકેલી ડેઝી ઇરાનીએ જણાવ્યું છે કે જ્યારે તે હિંદી ફિલ્મોનું જાણીતું નામ બની ગઇ હતી, તે ઉંમરમાં તેમની સાથે બળાત્કાર થયો હતો. ફરાહ ખાન અને ફરહાન અખ્તરની માસી ડેઝી ઇરાનીએ આખરે 60 વર્ષો સુધી પોતાના દબાવી રાખેલી આપવીતીને જગજાહેર કરી દીધી છે. મુંબઇ મિરરના સમાચાર અનુસાર ડેઝી ઇરાનીએ દુનિયાભરમાં યૌન શોષણ વિરૂદ્ધ ચાલી રહેલા #MeToo કેમ્પેનની સાથે જ પોતાનું મૌન તોડવાનો નિર્ણય લીધો છે, કારણ કે હાલમાં ઘણા બાળકો ફિલ્મ અને ટીવી ઇંડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છે.
તેમનું કહેવું છે કે તે ઇચ્છે છે કે માતા-પિતા અને મેટર્સ આ પ્રકારનું કામ કરી રહેલા ચાઇલ્ડ આર્ટિસ્ટની સુરક્ષા પ્રત્યે સતર્ક રહે. મુંબઇ મિરરના રિપોર્ટ અનુસાર ડેઝી ઇરાનીએ જણાવ્યું હતું કે જે વ્યક્તિએ મારી સાથે આમ કર્યું હતું, તે મારો સંબંધી હતો. તે મને એક ફિલ્મ (હમ પંચી એક ડાલ કે)ની શૂટિંગ માટે મદ્રાસ લઇ ગયો હતો. એક રાત્રે હોટલના રૂમમાં તેણે મારી સાથે બળજબરી કરી, મને બેલ્ટ વડે મારી અને મને ધમકી આપી કે જો હું કોઇને આ અંગે જણાવીશ તો તે મને મારી નાખશે.
ડેઝીએ આ રિપોર્ટમાં જણાવ્યું કે 'તે આદમી હાલ મરી ગયો છે, તેનું નામ નજર હતું અને તે પ્રસિદ્ધ ગાયક જોહરાબાઇ અંબાલેવાલી સાથે જોડાયેલો હતો. એ સ્પષ્ટ છે કે તેના ફિલ્મ ઇંડસ્ટ્રીમાં સારા સંપર્ક હતા. મારી માતા મને સ્ટાર બનાવવા માંગતી હતી. મેં મરાઠી ફિલ્મ દ્વારા મારા કેરિયરની શરૂઆત કરી. તો અંકલ નજર મને 'હમ પંછી એક ડાલ કે'ના શૂટિંગ માટે મદ્રાસ લઇને ગયા હતા. મને એ ઘટનાના કેટલાક અંશો યાદ છે પરંતુ મને તે દર્દ, તેનું બેલ્ટ મારવું મને સંપૂર્ણપણે યાદ છે. બીજા દિવસે ફરીથી હું સ્ટૂડિયોમાં પહોંચી ગઇ જેમકે કંઇ જ થયું નથી. વર્ષો સુધી હું મારી માતાને જણાવી શકી નહી. તે વ્યક્તિએ મારી સાથે શું કર્યું.
(ફોટો સાભાર@FilmHistoryPic)
તેમણે કહ્યું કે 'હું ફક્ત એ જ કહી શકુ છું કે જેમ-જેમ હું મોટી થવા લાગી, મને ગુસ્સો આવવા લાગ્યો. હું પુરૂષો સાથે તીખા અંદાજમાં વાત કરવા લાગી. મને ખબર પણ ન હતી કે હું આમ કેમ કરી રહી છું. સમયની સાથે મારી માતાને ખબર પડી કે મદ્રાસમાં મારી સાથે શું થયું હતું પરંતુ તે શું કરી શકતી હતી.'
ડેઝીએ કહ્યું કે ચાઇલ્ડ આર્ટિસ્ટ માટે આ હંમેશા ખૂબ મુશ્કેલીભર્યું હોય છે. કેટલાક માટે આ સરળ હોય શકે છે, પરંતુ મોટાભાગના માટે આ સફર મુશ્કેલીભર્યો હોય છે. ડેઝીએ પોતાની માતાના કહેવા પર ફક્ત 4 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ કર્યું. તેમણે 'નયા દૌર', 'જાગતે રહો', 'બૂટ પોલિશ', 'ધૂલ કા ફૂલ' જેવી 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. મોટાભાગની ફિલ્મોમાં તે એક છોકરાના પાત્રમાં જોવા મળી. તે પોતાના જમાનાના ટિપ સ્ટાર રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ, વૈજંતી માલા, અને મીના કુમારી સાથે જોવા મળી ચૂકી છે. ડેઝી છેલ્લે શાહરૂખની સ્ટારર ફિલ્મ 'હેપ્પી ન્યૂ ઇયર'માં જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે