VIDEO: આ અભિનેત્રીએ ખરીદી 87 લાખની કાર, આ રીતે ડાંસ કરી વ્યક્ત ખુશી

ભારતની એકમાત્ર પ્લેબોય્સ મોડલ અને બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપડા ઘણીવાર કોન્ટ્રોવર્સીના લીધે ચર્ચામાં રહી ચૂકી છે. આ વખતે ખૂબ અલગ અંદાજના લીધે ચર્ચામાં છે. જોકે, શર્લિને તાજેતરમાં જ પોતાને એક કાર ગિફ્ટ કરી છે. તેમના દ્વારા કરવામાં આવેલું કામ સરાહનીય છે. શર્લિને પોતાના માટે જે કાર ખરીદી છે 

VIDEO: આ અભિનેત્રીએ ખરીદી 87 લાખની કાર, આ રીતે ડાંસ કરી વ્યક્ત ખુશી

નવી દિલ્હી: ભારતની એકમાત્ર પ્લેબોય્સ મોડલ અને બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપડા ઘણીવાર કોન્ટ્રોવર્સીના લીધે ચર્ચામાં રહી ચૂકી છે. આ વખતે ખૂબ અલગ અંદાજના લીધે ચર્ચામાં છે. જોકે, શર્લિને તાજેતરમાં જ પોતાને એક કાર ગિફ્ટ કરી છે. તેમના દ્વારા કરવામાં આવેલું કામ સરાહનીય છે. શર્લિને પોતાના માટે જે કાર ખરીદી છે તેની કિંમત 87 લાખ રૂપિયા છે. શર્લિને પોતાની નવી કાર સાથે ઘણા બધા અને વીડિયો શેર કર્યા છે. 

A post shared by Sherlyn Chopra (@sherlynchopra) on

શર્લિન દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં આ કારને ખરીદ્યા બાદ તેમની ખુશી સ્પષ્ટપણે છલકાઇ રહી છે. આ વીડિયોમાં જ્યારે એક રિપોર્ટરે તેમની કારને લઇને પ્રશ્ન કર્યો તો તેનો જવાબ આપતાં પહેલાં જ તે નાચવા લાગે છે અને કહે છે કે હું આમ આખો દિવસ કરી શકું છું. 

A post shared by Sherlyn Chopra (@sherlynchopra) on

તમને જણાવી દઇએ કે શર્લિન ચોપડાનો જન્મ 11 ફેબ્રુઆરી 1984ના રોજ હૈદ્વરાબાદમાં થયો હતો. તે ભારતી પહેલી એવી મોડલ છે જેણે પ્લેબોય મેગેજીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. તેમણે પોતાના બોલીવુડ કેરિયરની શરૂઆત ફિલ્મ ટાઇમપાસ દ્વારા કરી હતી. ત્યારબાદ તેમણે કેટલીક સ્થાનિક ફિલ્મોમાં પણ કામ કર્યું. જોકે તેમને બોલીવુડમાં સફળતા મળી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news