આ બોલીવુડ એક્ટરના મોતનો 'સુસાઇડ વીડિયો' થઇ રહ્યો છે વાયરલ, જાણો હકિકત
બોલિવુડ એક્ટર અને પ્રોડ્યુસર ઈન્દર કુમારનું નિધન 28 જુલાઈ, 2017ના રોજ થયું હતું. ઈન્દર કુમારની મોતનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમનો એક સ્યૂસાઈડ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: બોલિવુડ એક્ટર અને પ્રોડ્યુસર ઈન્દર કુમારનું નિધન 28 જુલાઈ, 2017ના રોજ થયું હતું. ઈન્દર કુમારની મોતનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમનો એક સ્યૂસાઈડ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. હકીકકતમાં, આ વીડિયોમાં ઈન્દર કુમાર કહી રહ્યો છે કે, તે સુસાઈડ કરવા જઈ રહ્યો છે અને આ તેના પહેલાનો છેલ્લો વીડિયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેમની મોત પર અનેક સવાલો ઉભા થયા છે. વીડિયોને જોઈને તમને એવુ લાગશે કે તેમણે આ વીડિયો પોતાની મોતના પહેલા રેકોર્ડ કર્યો છે.
હકીકતમાં, ઈન્દર કુમારનુ નિધન ગત વર્ષે જુલાઈમાં હાર્ટ એેટેકથી થયું હતું. તેમણે 44 વર્ષની ઉમરમાં જ દુનિયાને અલવિદા કહ્યું હતું. જેના બાદ અચાનક તેમનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઈન્દર કહી રહ્યા છે કે, તેમની અય્યાશીઓએ તેમને બરબાદ કરી દીધો છે. હું મુંબઈમાં એક્ટર બનવા આવ્યો હતો, પરંતુ મેં બહુ જ ભૂલો કરી છે. તેથી હવે હું સુસાઈડ કરી રહ્યો છું. તેના બાદ આ વીડિયોમાં તે રડી રહ્યા છે અને પોતાના માતા-પિતાની માફી માંગતા પણ નજર આવી રહ્યાં છે.
આ વીડિયોની હકીકત
તમને જણાવી દઈએ કે, આ વીડિયો તેમનો રિયલ વીડિયો નથી. કેટલાક રિપોર્ટસ કહે છે કે, આ વીડિયો ઈન્દર કુમારની આવનારી ફિલ્મનો એક સીન છે અને આ વીડિયો તેમના મોત પહેલા શૂટ કરાયો હતો. આ વીડિયો અચાનકથી તેમના મોત પહેલા વાઈરલ થઈ રહ્યો છે, આ કારણે લોકોને લાગી રહ્યું છે કે, ઈન્દર કુમારે સુસાઈડ કર્યું હતું. આ વીડિયોને લઈને ઈન્દર કુમારની પત્ની પલ્લવી ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવાની છે, જેમાં આ વીડિયોની હકીકત લોકોની સામે આવશે.
કેટલાક કહે છે કે, ઈન્દરને મોત પહેલા જ આભાસ થઈ ગયો હતો. હકીકતમાં 2016માં ઈન્દર કુમારે હેપીનેસની કેપ્શન સાથે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેના બાદ તેણે કંઈ જ પોસ્ટ કર્યું ન હતું. પરંતુ મૃત્યુના એક દિવસ પહેલા જ એટલે કે 27 જુલાઈ, 2017ના રોજ તેણે એક તસવીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું, પીસ. એટલે કે શાંતિ. આ બે પોસ્ટ અને અચાનક વાઈરલ થયેલા વીડિયો વચ્ચે હવે વિવિધ કારણો આકાર લઈ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે