ધક ધક ગર્લ માધુરીએ પતિ સાથે મળીને વગાડી ગિટાર, VIRAL થયો VIDEO

બોલિવૂડની ધક ધક ગર્લ ગણાતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત (Madhuri Dixit)નો પોતાનો આગવો ચાહકવર્ગ છે. હાલમાં તે પોતાના એક વીડિયોને કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. 

ધક ધક ગર્લ માધુરીએ પતિ સાથે મળીને વગાડી ગિટાર, VIRAL થયો VIDEO

નવી દિલ્હી : બોલિવૂડની ધક ધક ગર્લ ગણાતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત (Madhuri Dixit)નો પોતાનો આગવો ચાહકવર્ગ છે. હાલમાં તે પોતાના એક વીડિયોને કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. પોતાના ડાન્સને કારણે લોકપ્રિય થયેલી માધુરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યો છે જેમાં તે ગિટાર વગાડતી અને ગીત ગાતી જોવા મળે છે. આજકાલ માધુરી સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો શેયર કર્યો્ છે જેમાં તે અને પતિ શ્રીરામ નેને સોફા પર બેસીને ગિટાર વગાડતા જોવા મળે છે. 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

માધુરીના ચાહકોને આ વીડિયો બહુ પસંદ પડ્યો છે. આ વીડિયોને 5 લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા છે. માધુરીની કરિયરની વાત કરીએ તો હાલમાં તે ટોટલ ધમાલ અને કલંક જેવી ફિલ્મોમાં જોવા મળતી હતી. 

હાલમાં માધુરી અને અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ તેઝાબને 31 વર્ષ થયા હતા અને આ વાતને માધુરીએ પોતાની સ્ટાઇલમાં સેલિબ્રેટ કરી હતી. તેણે પોતાના જ હિટ ગીત  '1 2 3...' પર જબરદસ્ત ડાન્સ કરીને ચાહકોને મોટી સરપ્રાઇઝ આપી હતી. આ વીડિયો પણ બહુ વાયરલ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news