તમામ બંધનો ફગાવીને દિલ ખોલીને પ્રાઇવેટ પાર્ટીમાં નાચી Malaika Arora, VIDEO થઈ રહ્યો છે વાયરલ
અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા અરોરાએ પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરી લીધો છે અને હવે બંને લગ્ન મામલે ચર્ચા કરી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : મોડલ અને એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora) સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની તસવીર અને ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કરતી રહી છે. હાલમાં મલાઇકાની ફેન ક્લબે એક ડાન્સ વીડિયો શેયર કર્યો છે જે વાયરલ બન્યો છે. આ વીડિયોમાં મલાઇકા ક્રિસમસના રંગમાં રંગાયેલી છે. તે લાલ ડ્રેસમાં સીમા ખાન અને અમૃતા અરોરા સાથે ઘરમાં ડાન્સ કરી રહી છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ પછી પણ મલાઇકા અને સોહેલ ખાનની પત્ની સીમા ખાન વચ્ચે સારા સંબંધો છે અને બંને અવારનવાર એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળે છે.
અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા અરોરાએ પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરી લીધો છે અને હવે બંને લગ્ન મામલે ચર્ચા કરી રહ્યા છે. આ બંનેના સંબંધો વિશે જાતજાતની ગોસિપ થતી રહે છે. હાલમાં જ અર્જુનની ફિલ્મ પાનીપત રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશન વખતે અર્જુને સ્પષ્ટતા કરી હતી કે હાલમાં તેમનો લગ્નનો કોઈ ઈરાદો નથી.
હાલમાં સમાચાર આવ્યા હતા કે અર્જુન અને મલાઇકાના નક્કી કરવામાં આવેલા લગ્ન ઠેલાયા હતા કારણ કે અર્જુનના પિતા બોની કપૂર અને તેની બહેનો નથી ઇચ્છતી કે આ લગ્ન થાય. તેઓ તેમની તરફથી અર્જુનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના નજીકના લોકો જણાવી રહ્યા છે કે, અર્જુનના પરિવારજનો આ લગ્ન રોકવા માટે ખૂબ જ દબાણ કરી રહ્યા છે જેના કારણે આ લગ્ન પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. મળતી માહિતી પ્રમાણે અર્જુન કપૂરના પિતા બોની કપૂર તથા બહેનો આ લગ્નની વિરૂદ્ધમાં છે. તેઓ અર્જુનને આ લગ્ન ન કરવા માટે સમજાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર 33 વર્ષનો છે જ્યારે 45 વર્ષીય મલાઈકા ડિવોર્સી તથા 15 વર્ષના દીકરાની માતા છે. અર્જુન તથા મલાઈકાની ઉંમરમાં 12 વર્ષનો તફાવત હોવાથી કપૂર પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે