સુરત : શાળાએ જતી વિદ્યાર્થીનીઓને બિભત્સ ઈશારા કરીને છેડતી કરતો યુવકને વાલીઓએ પકડ્યો

દિવસેને દિવસે દેશમાં મહિલાઓ સાથે બળાત્કાર, યુવતીઓની છેડતી, અત્યાચારના બનાવો કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. હવે તો શાળાએ જતી વિદ્યાર્થીનીઓની છેડતી પણ થવા લાગી છે. સુરત (Surat) માં શાળાએ આવતી વિદ્યાર્થીઓની સાથે છેડતી કરતા શખ્સને વાલીઓએ જાતે જ ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં પોલીસે છેડતીનો ભોગ બનેલ વિદ્યાર્થીનીઓના નિવેદનના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
સુરત : શાળાએ જતી વિદ્યાર્થીનીઓને બિભત્સ ઈશારા કરીને છેડતી કરતો યુવકને વાલીઓએ પકડ્યો

ચેતન પટેલ/સુરત :દિવસેને દિવસે દેશમાં મહિલાઓ સાથે બળાત્કાર, યુવતીઓની છેડતી, અત્યાચારના બનાવો કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. હવે તો શાળાએ જતી વિદ્યાર્થીનીઓની છેડતી પણ થવા લાગી છે. સુરત (Surat) માં શાળાએ આવતી વિદ્યાર્થીઓની સાથે છેડતી કરતા શખ્સને વાલીઓએ જાતે જ ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં પોલીસે છેડતીનો ભોગ બનેલ વિદ્યાર્થીનીઓના નિવેદનના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

પૂજામાં બોલાતા આ 20 શબ્દનો અર્થ સો ટકા તમે નહિ જાણતા હોવ

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની એક અજાણ્યો શખ્સ છેડતી કરતો હતો. આ યુવક છેલ્લા બે માસથી વિદ્યાર્થીનીઓની શારીરિક છેડછાડ અથવા તો બિભત્સ ઈશારા કરતો હતો. આખરે કંટાળીને વિદ્યાર્થીનીઓએ આ બાબતની જાણ વાલીઓને કરી હતી. વાલીઓએ ગત રોજ શાળા નજીક વોચ ગોઠવી છેડતી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો.

પાટીદારોએ કરેલો લક્ષચંડી મહાયજ્ઞ આખા વિશ્વને યાદ રહેશે, 5 દિવસમાં 40 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં 

પોલીસે છેડતીનો ભોગ બનેલા અલગ અલગ વિદ્યાર્થીનીઓના નિવેદન નોંધ્યા હતા. જ્યાં માલૂમ પડ્યું કે, અડાજણ પાલગામ સ્થિત માઉન્ટ એવેન્યુમાં રહેતો અમિત અનંદભાઈ મોરે નામનો શખ્સ છેલ્લા બે માસથી સ્કૂલની આસપાસ આંટાફેરા મારતો હતો. તેમજ વિદ્યાર્થીનીઓને હેરાન -પરેશાન કરી છેડતી કરતો હતો. અડાજણ પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news