Video : સાળીઓ સાથે ભરપુર ધમાલમસ્તી કરતા શૂટ થયા સોનમ કપૂરના 'મિસ્ટર'

સોનમ કપૂરના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે

Video : સાળીઓ સાથે ભરપુર ધમાલમસ્તી કરતા શૂટ થયા સોનમ કપૂરના 'મિસ્ટર'

નવી દિલ્હી : સોમવારે સોનમ કપૂરની મહેંદી અને સંગીતનું ફંક્શન ધામધૂમ સાથે બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં એક આલિશાન હોટેલમાં યોજવામાં આવ્યું. સોનમ આ ફંક્શનમાં બહુ ખૂબસુરત અંદાજમાં જોવા મળી હતી પણ લાઇમલાઇટમાં રહ્યા આનંદ આહુજા. આનંદ આહુજાએ આ ફંક્શનમાં બહુ મસ્તી કરી હતી. તેણે પોતાની સાળીઓ સાથે મસ્તીભર્યા અંદાજમાં પોઝ આપ્યા અને સોનમની મિત્ર સ્વરા ભાસ્કર સાથે પણ ડાન્સ કર્યો. 

ફંક્શનમાં ઘણા સ્ટાર મેહમાનો આવ્યા હતા અને પિતા અનિલ કપૂરે બધાનું સ્વાગત કર્યું. સંગીતના કાર્યક્રમ માટે તૈયાર થયેલી સોનમની સુંદરતાની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.તે સંગીત સમારોહમાં સોનમ થનારા પતિ આનંદ સાથે મન મૂકીને નાચી હતી. 

A post shared by ❤Varun's Fanclub❤ (@varundhawanrainbows) on

સોમવારે થયેલા આ કાર્યક્રમમાં જેકલિન, કેટરિના કૈફ, વરૂણ ધવન, સ્વરા ભાસ્કર, શિખા તલસાણિયા, કરિશ્મા કપૂર, રેખા, કરણ જોહર અને ફરાહ ખાન જેવા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. આનંદ આહુજા દિલ્હીનો રહેવાસી છે અને જાણીતો બિઝનેસમેન છે. સોનમ અને આનંદના લગ્ન આજે મુંબઈ ખાતે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news